Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

લોકડાઉન-કોરોનાના કારણે જામનગર કોર્પોરેશન દ્વારા ટેકસ માટે મોબાઇલ વેનની સુવિધા

જામનગર : મહાનગરપાલીકાની ટેકસ બ્રાંચની ટૂકડી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોબાઇલ વેનની સુવિધા ટેકસ ઉઘરાવવા માટે શરૂ કરાઇ છે જેમાં સવારે દસ ૧૦.૩૦ વાગ્યાથી ૧.૩૦ સુધી અને બપોરે ર.૩૦ થી પ.૩૦ વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારના ઝોન પાડી કલેકશન સેન્ટરો નકકી કરાયા છે. તે સ્થળે વેન ઉભી રાખવામાં આવે છે અને આસપાસના વિસ્તારમાં લોકોના ટેકસના નાણા ઘર પાસે સ્વીકારાઇ જાય તેવી  સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. જેનો આજે સવારથી જ પ્રારંભ થઇ ગયો હતો.  (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(12:59 pm IST)