Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

લાઠી તાલુકામાં ૩ કરોડના ખર્ચે નવા માર્ગો બનશે : ધારાસભ્ય ઠુમ્મર

લાઠીથી -ભુરખીયા ઇગોરાળા ભીંગરાડના માર્ગો મંજુર થતા ગ્રામ્યજનો ખુશ

સાવરકુંડલા,તા.૨૯ : બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ માટે સતત રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગના સફળ રજૂઆત કરી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર રોડ રસ્તાઓ મંજુર કરાવી રહ્યા છે અગાઉ બાબરા તાલુકામાં પણ કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા રોડ મજુર કરાવી ગુણવત્ત્।ા યુકત કામગીરી પણ પૂર્ણ કરાવી છે.

 હવે લાઠી અને દામનગર ને જોડતા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ રોડ મંજુર કરાવી વર્ક ઓડર ઈશ્યુ કરાવી ટુક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાત્રી પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ ત્રણ કરોડના ખર્ચમાં લાઠી તાલુકાના લાઠીથી ભુરખિયાનો માર્ગ ૮૬ લાખના ખર્ચે એપ્રોચ માર્ગ મંજુર કરવામાં આવેલ છે તેમજ લાઠી તાલુકાના ઇંગોરાળા થી ભીંગરાડ (૨ કરોડ ૧૬ લાખ) ના ખર્ચે મંજુર કરી વર્ક ઓડર ઈશ્યુ કરવામાં આવ્યો છે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની સતત રજુઆતના કારણે રાજયના માર્ગ અને મકાન મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા લાઠી તાલુકાના માર્ગો મંજુર કરવામાં આવતા લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે.

(12:57 pm IST)