Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અમદાવાદમાં આયુ. ઉપચાર દ્વારા ૨૦૩ કોરોના દર્દીને સાજા કરનાર વૈદ્ય મહેન્દ્રસિંહનું સન્માન

ભાવનગર તા.૨૯ : ભાવનગર જિલ્લાના તળાજાની દિહોર આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર રાજયના સૌ પ્રથમ વૈદાચાર્ય તરીકે કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધારવા માટે અમદાવાદ સ્થિત કોરોના સમરસ હોસ્ટેલમાં મેડિકલ ઓફિસર તરીકે સામે ચાલી ફરજ નિભાવી હતી. તેઓએ પોતાની ફરજ દરમિયાન આયુર્વેદ ઉપચાર દ્વારા કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવા બદલ વૈદ્ય મહેન્દ્રસિંહ વી. સરવૈયાનુંઙ્ગ તળાજા ખાતે તાલધ્વજ ગ્રુપ દ્વારા મોમેન્ટો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યૂ હતું. તાલધ્વજ ગ્રુપ દ્વારા કોરોના સામે રોગપ્રતિકારક શકિતનું દરેક તળાજાવાસી કવચ પહેરે તે માટે વોર્ડ વાઇઝ સાંજે પાંચ કલાકે ઉકાળો અને હોમિયોપેથીક દવાનું દાતા પાસેથી આર્થિક યોગદાન, આયુર્વેદિક હોસ્પિટલની મદદથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહયુ છે.

આ અવસરે વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા એ સમરસ હોસ્ટેલ અમદાવાદના અનુભવ અને કોરોના વિશે સમજ આપતા સંબોધન કરયુ હતું કે કોરોના સાથે જીવતા શીખવું પડશે. તેઓએ આયુર્વેદિક પદ્ઘતિથી ખૂબ સફળતા મળી છે. રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ઉકાળો જેમાં વ્યકિત દીઠ ચાર ચમચી લીમડાનો ગળો, હળદર, તુસલી પાન અને જેને ગરમીનો કોઠો ન હોય તેને સુંઠનો ઉપયોગ કરી ઉકાળો બનાવી પીવો જોઈએ.શ્વાસોશ્વાસની ક્રિયા મજબૂત બનાવવા માટે ૧૦ મિનિટ પ્રાણાયામ, સવાર સાંજ કરવા જોઈએ. પ્રાર્થનામાં પણ પોઝિટિવ એનર્જી છે આથી નિત્ય પ્રાર્થના કરવી જોઈએ.લોહીમાં ઇન્ફેકશન ન ફેલાય તે માટે ઘૂંટડે ઘૂંટડે નિત્ય ગરમ પાણીનુ જ સેવન કરવું જોઈએ.

વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા એ ખાસ સમજ આપી હતીકે કફ જમા ન થાય. તેની ખાસ કાળજી લેવી જોઈએ. આયુષ મંત્રાલય દ્વારા કોરોનાથી બચવા માટે રાજયની મોટી હોસ્પિટલમાં આયુર્વેદ તબીબની ખાસ નિમણુંક કરી છે. પોતે જયારે કોવિડ સમરસ હોસ્ટેલમાં ચાર્જ સંભાળ્યો ત્યારે ૨૧૩ દર્દીઓ હતા. તેમાંથી ૨૦૩ દર્દીઓ સ્વસ્થ થઈઙ્ગ ઘરે ગયા હતા.ઙ્ગ

નોંધનીય છેકે તળાજા વાસીઓને કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા માટે હોમિયોપેથીક એમ.ડી ડો. હરેશ વાઘેલા, ડો. મારડીયા દ્વારા પણ અહીંના દરેક સમાજના આગેવાનોને મળી વિનામૂલ્યે દવા નું વિતરણ કરવામાં આવે છે. વોર્ડ ૧ના નગરસેવક આઈ.કે. વાળાએ સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથીક હોસ્પિટલની મદદથી પોતાના વોર્ડના ઘેરઘેર વિનામૂલ્યે દવા પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે.

(11:54 am IST)