Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

મોટી પાનેલીમાં મનરેગા અંતર્ગત શ્રમિકોને રોજગારી અપાવતા જિલ્લા વિકાસ અધિકારી

મોટી પાનેલી,તા.૨૯: ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામે બાલુભાઈ વિંઝુડા (ચેરમેન, સામાજીક ન્યાય સમિતી, જીલ્લા પંચાયત-રાજકોટ) દ્વારા ગરીબ તેમજ પછાત વર્ગના લોકોને રોજગારી મળી રહે તે માટે જીલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા સાથે મનરેગાનું કામ તાત્કાલિક ચાલુ થાય તે હેતુથી ચર્ચા કરેલ ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના આદેશ અનુસાર તાલુકા પંચાયત દ્વારા ઝડપથી કાર્યવાહી કરાવીને મનરેગા યોજના હેઠળ રાહત કામ ચાલુ કરાવેલ પાનેલીના સાડાત્રણસો જેટલાં શ્રમિકોને રોજગારી મળતા શ્રમિકો પણ ખુશ છે.

દરેક શ્રમિકને રોજના બસોચાર રૂપિયા રોજગારી સરકાર તરફથી ચૂકવવામાં આવશે ખુબ જ ઝડપથી પ્રક્રિયા કરીને મનરેગા કામ ચાલુ કરાવવા બદલ અનિલ રાણાવસીયા ધન્યવાદ પાત્ર બન્યા છે.

આ તકે કામગીરીના સ્થળે બાલુ એચ. વિંઝુડા ,નિયામક પટેલ, વ્યાસ સાહેબ તાલુકા વિકાસ અધિકારી, બારૈયાભાઈ, તલાટી મંત્રીશ્રી વાળા વિગેરે હાજર રહેલ હતા.

(11:52 am IST)