Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભાણવડમાં પાનબીડીના રીટેઇલ રોજ લુટાયા હોલસેલરો વિરૂધ્ધ કરી ફરીયાદઃ પણ સાંભળે કોણ?

મામલતદારોનો કાળાબજાર થવા પ્રકરણે નનૈયા ભણ્યો!! કલેકટરે તપાસનું આપ્યુ આશ્વાસન

ભાણવડ, તા.૨૯: ચોથા લોકડાઉનમાં સરકારે પાન-બીડીના ધંધાર્થીઓને છૂટ આપતા બે માસથી રોજેરોજનું કરીને ગુજરાન ચલાવતા નાના પાન-બીડીના ગલ્લાવાળાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ શહેરના પાન-બીડી અને તમાકૂના હોલ સેલરો માટે આ લોકડાઉન કાળાબજારનો શાનદાર અવસર બની રહેલો અને માવા-મસાલાના બંધાણીઓને તકનો લાભ ઉઠાવી લુંટયા હતા.

આ આઠથી દસ ગણા નફાનો ધંધો ચોથા લોકડાઉનમાં છૂટછાટ બાદ બંધ પડી જતા તમાફુ-બીડી-સોપારીના ઓરીજીનલ ભાવથી વધુ ભાવ લેવાની લ્હાયમાં કૃત્રિમ અછત ઉભી કરી નાના ગલ્લાવાળાઓને અપુરતો માલ વહેંચી પાછલા બારણેથી કાળાબજારમાં માલ વ્હેચવાનું ચાલુ રાખેલ અને સજેરોજનું કમાઈને ગૂજરાન ચલાવતા નાના પાન-બીડીના ગલ્લા વાળાઓના મોઢેથી કોળીયો ઝુંટવી રહેતા આખરે આ લોકોએ હોલસેલરો વિરૂધ્ધ મામલતદારને રજુઆત કરી હતી જયાંથી તેમને સહકાર ન મળ્યો આખરે કલેકટરને જાણ કરતા તેમના તરફથી આશ્વાસન આપવામાં આવેલ.

કોરોના વાઈરસને કારણે સરકારે જાહેર કરેલા લોકડાઉન અને પાન-મસાલા પર લાદેલા પ્રતિબંધને કારશે રોજેરોજનું કમાઈને ઘર ચલાવતા નાના પાન-બીડીના ગલ્લાવાળાઓ ભારે આર્થિક ભીડમાં આવી ગયા હતા અને બે માસ જેટલો સમય ઘરે બેસવૂ પડયું હતુ, આખરે સરકારને ચોથા લોકડાઉનમાં પાન-મસાલાના ધંધાર્થીઓને છૂટ આપતા આ લોકોને રાહત થઈ હતી પરંતુ છુટ મળવાના એક સપ્તાહ બાદ પણ હોલ સેલરોની લાલચી નિતિને કારણે શોષાવુ પડી રહ્યું છે. હોલસેલરો આ નાના દુકાનદારોને એકદમ મર્યાદિત માલ પુરો પાડી બજારમાં અછતનો માહોલ સર્જી રહ્યા છે અને બીડી-માવાના બંધાણીઓને કાળાબજારથી વધુમાં વુમાલનું વેચાણ કરી રહ્યા છે. હાલ બંધાણીઓની સ્થિતિ એવી છે કે, બજારમાં નાના પાન-બીડીના દુકાનદારો પાસે મર્યાદિત સ્ટોકને કારણે તેમની જરૂરીયાત મુજબનો સામાન ન મળતા હોલસેલરોનો સંપર્ક કરે છે અને ઉંચા ભાવ આપીને તેમની પાસેથી તમાકુ અને બીડીનો જથ્થો લેવાની ફરજ પડે છે અને વ્યાજબી ભાવે માલ વેચતા નાના ગલ્લાવાળાખઓના ચાહકોને ખેંચી લઈ હોલસેલરો તકનો ભરપુર લાભ લઈ રહ્યા છે.

હોલસેલરો દ્વારા હાલમાં તમાકુના  એક ટીન પર પ્રિન્ટભાવ કરતા રૂપિયા સવસોથી દોઢસો, બીડીના એક બાંધા પર દોઢસોથી પોણા બસ્સો રૂપિયા વધુ લઈને પણ રીટેલરોને મર્યાદિત જથ્થો પુરો પાડવામાં આવે છે જેથી બજારમાં કાયમ તમાકુ-બીડીની અછત જ રહે છે જેનો લાભ એ લોકો ઉઠાવી રહયા છે. ત્યારે આ અંગે ભાણવડ રીટેલ પાન-બીડી એસો.એ મામલદાાર સમક્ષ આવેદનપત્ર આપી રાવ કરવા જતાં પહેલા તો મામલતદારે સ્પષ્ટ સંભળાવી દીધુ કે, આ અમારી જવાબદારીમાં ના આવે અને આવેદનપત્ર સ્વીકાર્યું ન હતુ જે બાદમાં અન્ય કર્મચારીએ સ્વીકારેલ. રીટેલ એસો.એ કલેકટરનો ટેલીફોનિક સંપર્ક કરી પોતાની વેદના રજુ કરતા કલેકટરે તેમને એક-બે દિવસમાં જ ઠીક કરવાનું આશ્વાસન આપ્યુ હતુ. પોલીસ દ્વારા જોહેરનામા ભંગના ગુન્હામાં કેસ કરવાને બદલે હોલસેલરોતે માત્ર ઠપકો આપી છોડી મુકવા, સામાન્ય વેપારીઓની દુકાનો પર ચાર ગ્રાહકોથી વધુ એકઠા થવા પર કેસ કરવામાં આવે છે પરતુ હોલસેલરોની દુકાનોમાં ટોળા મોઢે લોકો હોય છતા આંખ આડા કાન કરવામાં આવે છે ઉલ્ટું કોઈ મીડીયા કે પ્રેસવાળા ફોટો કે શુટીંગ કરતા હોય તો તેને અટકાવવામાં આવે એ ઘણુ બધુ સુચવી જાય છે.

તમાકુ-બીડીના હોલસેલરો ખુલ્લેઆમ કાળાબજાર કરતા હતા અને પ્રતિબંધ છતાં જાહેરમાં ફાકી-મસાલાના વેપાર થતા હતા તેના તરફ તંત્રનું ધ્યાન જ ન પડે એ શું સુચવે છે?

(11:50 am IST)