Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ઢાંક ગામના બેંક ઓફ બરોડાના ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માંગ

ઢાંક,તા.૨૯: ઉપલેટા તાલુકાના ઢાંક ગામના બેંક  ઓફ બરોડનાની શાખામાં મનમાની ચાલે છે. જેના કારણે ઢાંક ગામના ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડે છે. હાલ ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન હોય છતાં ગ્રાહકોને બેંકની બહાર ઉભુ રહેવું પડે છે. અને કહેવાતા ગામના મોટા માણસોના કામ લાગવગથી કરવામાં આવે છે. દરરોજ બપોરના ૧:૩૦થી ૨:૩૦ સુધી રીશેષ ટાઇમ રાખવામાં આવે છે. ખરેખર આર.બી.આઇના નિયમ મુજબ બેંકનો સમય ૧૧થી ૪ સુધીનો છે. તે નિયમોનો ઉલાળીયો કરીને પોતાની મનમાની ચલાવે છે. બેંકની શાખાની બાજુમાં એ.ટી.એમ હોવા છતાં ૨૪ કલાક ચાલુ રાખતા નથી ગ્રામજનોની માંગણી છે કે એ.ટી.એમ ૨૪ કલાક ચાલુ રાખવામાં આવે તેમજ ગ્રાહકોને માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે જેથી આ લોકડાઉનમાં લોકો પોતાનું કામ પુરૂ કરીને ઝડપથી પોતાના ઘરે જઇ શકે. તેથી ગ્રાહકોને પડતી પારવાર મુશ્કેલી તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે તેવી સરપંચ બદરૂભાઇ માંકડ દ્વારા કરવામાં આવી છે. તેમજ આત્મનિર્ભર લોનના ફોર્મનું પણ વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(11:49 am IST)