Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ઉપલેટા તાલુકાના બે મોટા ગામને જોડતા

કોલકી ભાયાવદર રોડનું ધારાસભ્ય લલીત વસોયાના હસ્તે ખાતમુહૂર્ત

ઉપલેટા, તા.૨૯: તાલુકાના બે મોટા ગામ કોલકી અને ભાયાવદર ગામનને જોડતા રોડ ઉપર દરરોજના હજારો લોકો અને વાહનો અવર -જવર કરે છે. આ રોડ સાવ ભંગાર થઇ ગયેલ હતો. પરંતુ ભા.જ.પ અને કોંગ્રેસની હુંસાતુંસીને કારણે રોડ મંજુર થઇ ગયેલ હોવા છતાં કામ શરૂ કરવામાં આવતું ન હતું.

બે વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ચુટાઇને આવેલ ધારાસભ્ય લલીતભાઇ વસોયા પાસે રજુઆત આવતા તેઓએ વર્ષ ૨૦૧૮-૧૯ની પોતાને મળતી રોડ રસ્તાની ગ્રાન્ડમાંથી ૮૫ લાખ જેવી રકમ ફાળવવા રોડ મંજુર થયેલ હતોફ જેનું ધારાસભ્ય લલીતભાઇ વસોયા ભાયાવદર નગર પાલીકા ચેરમેન નયનભાઇ જીવાણી, કોલકી ગામના સરપંચ રમેશભાઇ ખાંટ, માજી સરપંચ હેમતભાઇ આરદેશણાના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવેલ.

ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ હતું કે કોલકી ભાયાવદર ભા.જ.પનો ગઢ ગણાતા હતા. ગત ચુંટણીમાં ત્યાંથી લીડ ન નીકળતા આ તેઓ બન્ને ગામને બતાવી દેવા માજી ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયાએગામમાં કામમાં રોળા નાખેલ. પરંતુ મે મારી ગ્રાન્ટમાંથી ૮૫ લાખ રૂપિયા આ કામ માટે ફાળવેલ હોય મારી નૈતીક જવાબદારી આ કામ કરાવવાની હોય સતત વિરોધ છતાં આ છથી સાત કિલોમીટરના રોડનું કામ શરૂ કરાવવામાં હું સફળ રહ્યો છું.

આ ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંતભાઇ ચોટાઇ, ભાયાવદર નગરપાલીકા ઉપપ્રમુખ બાધાભાઇ ખાંભલા, નટવરભાઇ મારસોણીયાપ વલ્લભભાઇ લાલાણી, ભુપતભાઇ ધાણેજા, જીતુભાઇ માકડીયા, નવનીતભાઇ ડેડકીયા ઉપરાંત કોલકીના સરપંચ રમેશભાઇ ખાંટ પૂર્વ સરપંચ હેમતભાઇ આરદેશણા, જગદીશભાઇ ભાલોડીયા, પ્રવિણભાઇ દલસાણીયા, ચંદુભાઇ, જીલ્લા પંચાયતના સદસ્ય નારણભાઇ સેલાણા, વલ્લભભાઇ મુરાણી, કમલેશભાઇ વ્યાસ, રબારીકાના સરપંચ રસીકભાઇ ઝાલાવડીયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જયદેવસિંહ વાળા નારાણભાઇ આહિર સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

(11:47 am IST)