Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જીલ્લાના ચાર પીએસઆઇની અરસપરસ બદલીઃ ગોંડલ સીટીમાં એ.વી.જાડેજા મુકાયા

આટકોટના પીએસઆઇ કે.પી.મેતાને ગોંડલ તાલુકામાં-પડધરીના જે.વી.વાઢીયાને આટકોટ અને જેતપુર સીટીના આર.એલ.ગોયલને ઉપલેટામાં નિમણુંક અપાઇ

રાજકોટ, તા., ૨૯: જીલ્લામાં ફરજ બજાવતા ૪ પીએસઆઇની અરસપરસ બદલીના હુકમો એસપી બલરામ મીણાએ કર્યા છે.આ બદલીના હુકમમાં ગોંડલ સીટીના ઇન્ચાર્જ પીઆઇ તરીકે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પ્રસંશનીય ફરજ બજાવનાર પીએસઆઇ એ.વી.જાડેજાની નિમણંક કરાઇ છે. જયારે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આટકોટના પીએસઆઇ કે.પી.મેતાને અને આટકોટના પીએસઆઇ તરીકે પડધરીના પ્રોબેશ્નર પીએસઆઇ જે.વી.વાઢીયા અને જેતપુર સીટીના પ્રોબેશ્નર પીએસઆઇ આર.એલ.ગોયલને ઉપલેટા પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે.

ગોંડલના સીપીઆઇને કે.એન.રામાનુજને ગોંડલ સીટીના પીઆઇના ચાર્જમાંથી મુકિત આપવામાં આવી છે.

(11:43 am IST)