Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાયડી ગામે બફરઝોન અને કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લેતા જીલ્લા વિકાસ અધિકારી

જામકંડોરણા  તાલુકાના રાયડી ગામે બફરઝોન અને કન્ટેઇનમેન્ટ વિસ્તારની રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાએ મુલાકાત લીધી હતી તેમને તમામ ઝોનની શેરીઓની મુલાકાત લીધી હતી મુલાકાત દરમ્યાન તેમણે પી.એચ.સી. રાયડીની ટીમને ડોર ટુ ડોર મેડીકલ ચેકઅપ કરવા સુચના આપવામાં આવી હતી તેમજ ગામમાં રહેતા વૃધ્ધ માણસો, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી નાના બાળકોના મેડીકલ ચેકઅપ કરવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ અન્ય રાજય કે જીલ્લામાંથી અન્ય કોઇ વ્યકિત ગામમાં પ્રવેશે ત્યારે તેમનું પણ ફરજીયાત મેડીકલ ચેકઅપ કરાવવા તલાટી મંત્રી અને સરપંચને સુચના આપવામાં આવી હતી તેમજ બફરઝોન વિસ્તારમાં રહેતા વ્યકિતઓને કોઇપણ જાતની મદદની જરૂર હોય તો મદદ કરવાની પણ સુચના આપી હતી. તેમની આ મુલાકાત સમયે તેમની સાથે તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવે, મામલતદાર પી.એસ. ખરાડી, તાલુકા વિકાસ અધિકારી બી. આર. બગથરીયા ગામના સરપંચ તથા તલાટી મંત્રી સહિતની વહીવટી તંત્રની ટીમ હાજર રહી હતી. (તસ્વીર : મનસુખ બાલધા જામકંડોરણા)

(11:42 am IST)