Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

માળીયામિંયાણા પાસે કાર પલ્ટી ખાઈ જતા ચાલકનું મોતઃ કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

કાર ચાલક સુરેશભાઈ શર્મા રહે. હળવદનું મોત

મોરબી, તા. ૨૯ :. માળીયામિંયાણા પાસે ઈનોવા કાર પલ્ટી ખાઈ જતા ચાલક હળવદના યુવાનનું મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયામિંયાણા તાલુકાના વેજલપર અને ઘાટીલા ગામ વચ્ચે આજે સવારે ઈનોવા કાર નં. જીજે ૧૮ એડી ૮૦૪૭ પલ્ટી ખાઈ જતા કાર ચાલક સુરેશભાઈ હનુમાનરામ શર્મા રહે. જીઆઈડીસી-હળવદને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ હતા જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું. અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તે અંગે કાર્યવાહી હાથ ધરી છે.

(11:42 am IST)