Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગોંડલ તાલુકાના માસ્ક વગર નીકળતા ર૬ લોકો પાસેથી રૂ. પર૦૦ દંડ વસુલાયો

ગોંડલ, તા. ર૯ :  જીલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટની સુચના અનુસાર તાલુકા વિકાસ અધિકારી જગદીશસિંહ ગોહિલ દ્વારા ગોંડલ તાલુકામાં કુલ અલગ-અલગ આઠ ફલાઇંગ સ્કોર્ડ-ટીમની રચના કરવામાં આવેલ આ ફલાઇંગ ટીમોએ ગઇકાલે તાલુકાનાં અલગ અલગ ગામોમાં રવાના કરવામાં આવેલ. આ ટીમો દ્વારા ગોંડલ તાલુકાના ગામોની ઓચંતી મુલાકાત લેતા, ઘોઘાવદર, રીબડા, દાળીયા વાળધરી, બંધીયા મોટા દડવા, સુલતાનપુર, દેરડી, જામવાડી, ચોરડી, નવાગામ, માંડણકુંડલા, રાવણા, વાસાવડ વિગેરે ગામોમાં જાહેરમાં માસ્ક પહેર્યા વિના કરતા કુલ ર૬ વ્યકિતઓને રૂ.ર૦૦ લેખે દંડ ફટકારી કુલ રકમ રૂપિયા પર૦૦ ની દંડની રકમ વસુલ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.

ગ્રામ્ય વિસ્તારમાં હોમ કવોરન્ટાઇન હેઠળ રખાયેલા વ્યકિતઓના ઘરોની મુલાકાત લઇ કોરોના વાયરસ અંતર્ગત લેવાની થતી ખાસ કાળજીના ભાગ રૂપે ઘરની બહાર ન નિકળવા/ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું વિગેરે બાબત અંગેના સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તકેદારી રાખવા જણાવેલ હતું.

(11:39 am IST)