Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કેશોદમાં ખેડૂતોને પાક વિમા - લોન માટેની મુશ્કેલી પ્રશ્ને રજૂઆત

કેશોદ તાલુકા સરપંચ યુનિયન દ્વારા ડે.કલેકટરને આવેદન

કેશોદ તા. ૨૨ : સમગ્ર દેશમાં લોકડાઉનમાં ઢીલ આપવા સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે તેવા સમયે જુદા જુદા સંગઠનો અધિકારીઓ સમક્ષ લોકોમાં ઉઠતા પ્રશ્નોની રજૂઆત કરી રહ્યા છે.

કેશોદ તાલુકા સરપંચ યુનિયન દ્વારા ખેડૂતોનો પાક વિમો કે લોન લેવા તેમજ રીન્યુ કરવા અગત્યના કાગળો આપવામાં પડતી મુશ્કેલીઓનો ઝડપથી ઉકેલ આવે તેમજ પાન બીડીના હોલસેલ વેપારીઓ દ્વારા દિવસ દરમિયાન દુકાનો ખુલ્લી રાખી માલનું વેચાણ કરવામાં આવે જેથી બ્લેકમાં વેચાતો માલ બંધ થાય અને ગ્રામ્ય લેવલેઙ્ગ વ્યાજબી પાન - માવા - બીડી મળી રહે તે માટે ઘટતીઙ્ગ કાર્યવાહી કરવા ડે. કલેકટર અને મામલતદારને આવેદન આપ્યું હતું.

આ તકે યુનિયન પ્રમુખ રામભાઇ હડિયા, રામભાઈ સિસોદિયા, હરેશભાઇ સિંહાર, પ્રજ્ઞેશભાઇ ભેડા હાજર રહ્યા હતા.

(11:37 am IST)