Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જસદણના જંગવડ ગામે વૃધ્ધાને કોરોના પોઝીટીવઃ આખો વિસ્તાર કોર્ડન કરાયો

જસદણ તા. ર૯: જસદણના જંગવડ ગામે એક વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવ્યો હોવાથી આખો વિસ્તાર કોર્ડન કરાયો છે આ વિસ્તારમાં મોટા ભાગના ગરીબ અને મજુર પરિવારો રહેતા હોવાથી તેને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પુર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ જળ સંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા દ્વારા રૂબરૂ જઇને અનાજ કરીયાણાની કીટ બકાલુ આપવા સાથે રોજ એક એક લીટર દુધ જરૂરીયાતમંદ પરિવારોને આપવામાં આવે છે તેમજ કાતિલ કોરોના અને લોકડાઉન વચ્ચે જીલ્લા ભાજપના મહામંત્રી ડો. ભરતભાઇ બોઘરાએ જસદણ તથા વિંછીયા તાલુકાના ગામડે ગામડે જઇને જરૂરીયાતમંદ પરિવારોને ચાર હજાર  કરીયાણાની કીટોનું વિતરણ કર્યું હતું તથા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં પણ યોગદાન આપ્યું છે. આ તકે ઉદ્યોગપતિ ભુપતભાઇ ભાયાણી, ગીરધરભાઇ ભુવા, પ્રમુખ વલ્લભભાઇ રામાણી, વિરનગર સરપંચ પરેશભાઇ રાદડીયા, જંગવડ સરપંચ દીનેશભાઇ સીધ્ધપરા, પીએસઆઇ મેતા, ટીડીઓ બેલીમ સાથે રહ્યા હતા.

(11:35 am IST)