Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

વેરાવળની સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય કક્ષાનો વેબીનારથી પ્રારંભ

વેરાવળ તા. ર૯ : સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ લોકડાઉનના સમયગાળા દરમ્યાન વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે માનસિક રીતે સ્વસ્થ રહે તથા બૌધિક વિકાસ થાય તે માટે ઓનલાઇન એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી સતત સક્રિય તથા અગ્રેસર રહી છે. લોકડાઉન શરૂ થયાના શરૂઆતના દિવસોમાં જ કોલેજની વેબસાઇટ તૈયાર કરીને લોન્ચ કરવામાં આવી જેમાં બીજા, ચોથા તથા છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે લેકચર નોટ્સ એમઓઓ ટેસ્ટ, પ્રેકિટસ પેપર, ઉપયોગી લિન્ક, અભ્યાસલક્ષી વિડીયો લિન્ક, ફિઝીકસના પ્રોબ્લેમ્સ વગેરે અપલોડ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને કોવિડ-૧૯ વિષે માહિતગાર માટે વેબસાઇટ પર કોવિડ-૧૯ વેબ પેજ બનાવીને સરકાર દ્વારા વખતો વખત જારી કરેલ માહિતી મુકવામાં આવી.

કોવિડ-૧૯ વિષે જાગૃતિ કેળવાય તથા લોકડાઉનના લીધે થયેલ વિદ્યાર્થીઓની માસિક સમસ્યાનો ઉકેલ ાવી શકાય તે માટે કોવિડ-૧૯ ની કિવઝનું આયોજન કરવામાં આવ્યું અને તે દ્વારા વિદ્યાર્થીઓને ફોન કરીને તેમની મુશ્કેલીઓ અંગે નિરાકરણ તથા સાંત્વન આપ્યું હતું કોલેજના સ્ટાફ એ પણ કોવિડ-૧૯ જાગૃતિ માટે વિડીયો બનાવ્યો હતો ઉપરાંત વિદ્યાર્થીઓ સતત પ્રવૃતિશીલ રહે તે માટે કોલેજની અભ્યાસકીય પ્રવૃત્તિઓ ઉપરાંત ઇતર પ્રવૃતિઓ જેમ કે પોસ્ટ/ચિત્ર સ્પર્ધા, શોર્ટ વિડીયો સ્પર્ધા, 'લોકડાઉનના મારા ૪૦ દિવસ' વિષય પર ફોટો સ્ટોરી સ્પર્ધા, રાજય કક્ષાની ઇંગ્લિશ કિવઝ, તેમ જ ગુજરાત સ્સથાપના દિન નિમિતે 'ગુજરાતની અસ્મિતા અને ગૌરવ સમાન કોરોના વોરિયર્સની ભૂીમકા' વિષય પર કાવ્ય, ચિત્ર અને નિબંધ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓના આયોજન કર્યા. આંતરકોલેજ સ્પર્ધાઓ તથા યુનિવર્સિટી દ્વારા સમયાંતરે યોજાયેલ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા.

કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે 'મેઇક ડિજિટલ પ્રેઝન્સ' વિષય પરના વેબીનારનું આયોજન કરેલ હતું. જેમાં ૭૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

હાલની કપરી પરિસ્થિતિમાં વિજ્ઞાન, શિક્ષણ અને સાયકોલોજીમાં થઇ રહેલા પરિવર્તન અંગે સમગ્ર દેશના વિવિધ રાજ્યોના શિક્ષક/પ્રાધ્યપક સજાગ થાય અને એ પરિવર્તન સ્વીકારવા સજ્જ બને તે હેતુથી સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ દ્વારા તા.ર૭ થી ૩૧-પ સુધી 'પરિવર્તન ચેજિંગ સિનારિયો ઇન સાયન્સ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી-અ કંબાઇન્ડ એપ્રોચ' વિષય પર ભારતની વિવિધ યુનિવર્સિટી સંશોધન સંસ્થાઓ અને કોલેજીસના ફેકલ્ટીઝ માટે રાષ્ટ્રીય વેબીનાર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર ભારતના વિવિધ રાજયોમાંથી ૩૧૯૦ વ્યકિતઓએ તથા યુ.કે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, ઓમાનમાંથી કુલ ૬ વ્યકિતઓએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.ડો.ચેતનભાઇ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ વેબીનાર સિરિઝ અંતર્ગત વિવિધ વિષયો પર ગુજરાતના સુવિખ્યાત તજગ્ન વકતાઓ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે.

જેમાં તા.ર૭ ના સરકારી કોલેજના આચાર્ય ડો. સ્મિતાબેન છગે વેબીનારમાં જોડાયેલ સર્વેનું સ્વાગત અને પ્રાસંગીક ઉદ્દબોધન કરી રાષ્ટ્રિય વેબીનાર સીરીઝની શરૂઆત કરી હતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનમાં પ્રાધ્યાપક ડો. રેશ જોશીએ 'ઓનલાઇન ટીચિંગ ધ ન્યુ નોર્મલ' વિષય ઉપર વકતવ્ય આપેલ હતું.

તેઓએ આજના સમયની માંગ સાથે ઓનલાઇન ટીચિંગને સ્વીકારને કઇ રીતે આગળ વધવું તે અંગે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત પ્રો.ડો. પરેશ જોશીએ જણાવ્યું હતું કે ઓનલાઇન ટીચિંગએ અત્યારની પરિસ્થિતિનો કામચલાઉ ઉકેલ છે અને તેને પરંપરાગત શિક્ષણ પધ્ધતિના બદલામાં લઇ આવવા માટે આપણે આપની શિક્ષણ પધ્ધતિના પરંપરાગત ઢાંચામાં એટલે કે વર્ગખંડમાં લેવાતા વ્યાખ્યાનથી લઇને પરીક્ષા લેવાની પદ્ધતિમાં જડમુળથી ફેરફાર કરવા પડશે. અને જો પરિસ્થિતી આવી જ રહેશે તો વર્ક ફોમ હોમ કે ઓનલાઇન ટીચિંગ આપણા જીવન સાથે વણાઇ જશે. તેઓએ પોતાના વ્યાખ્યાનના અંતે શ્રોતાઓના પ્રશ્નોનાં સંતોષકારક ઉતરો આપ્યા હતા.

વેબીનારના કન્વીનર તરીકે અત્રેની કોલેજના પ્રાણીશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડો. પરેશભાઇ પોરિયા તથા કો કન્વીનર તરીકે અત્રેની કોલેજના ભૌતિકશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડો. કાશ્મીરા પી. ટાંક ફરજ બજાવી રહ્યા છે.

(11:32 am IST)