Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ગુજરાત માલધારી સેનાના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખપદે પોપટભાઇ ટોળીયાની વરણી

રાજકોટ તા. ૨૯ : ગુજરાત માલધારી સેનાના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ તરીકે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને માલધારી અગ્રણી પોપટભાઇ ટોળીયાની નિયુકિત કરવામાં આવી છે.

ગુજરાત માલધારી સેનાના પ્રદેશ અધ્યક્ષ પંકજભાઇ ઝાપડાની સુચના અનુસાર ઉપાધ્યક્ષ શૈલેષભાઇ મેર, દિનેશભા દેસાઇ, મહામંત્રી ભુપતભાઇ ભરવાડ, મંત્રી નવઘણભાઇ ભરવાડ, પ્રદેશ આઇ.ટી. સેલના પ્રમુખ હેમરાજભાઇ રબારી, પ્રદેશ મંત્રી હરેશભાઇ ઝાપડા સાથે વિચાર વિમર્શ કરી ગુજરાત માલધારી સેનાના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ તરીકે પોપટભાઇ ટોળીયાની વરણી કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

સૌરાષ્ટ્ર માલધારી સમાજના સંગઠનને સમાજના સહયોગથી વધુ વેગવંતુ બનાવવા અને સમાજના પ્રશ્નો પ્રત્યે સક્રીય રહેવાની કટીબધ્ધતા પોપટભાઇ ટોળીયા (મો.૯૮૨૪૫ ૧૯૧૦૧) એ વ્યકત કરી છે.

(11:28 am IST)
  • અમદાવાદનાં વધુ એક પોલસીકર્મીને કોરોના વળગ્યો : નિકોલ PSI કે ડી હડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : આ અગાઉ ઓઢવનાં PI શ્રી જાડેજાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો access_time 12:55 pm IST

  • દિલ્હીમાં ભૂકંપના આંચકા : દિલ્હી-એનસીઆરમાં આંચકા અનુભવાયા : પંજાબ અને હરિયાણાની ધરતી પણ ધ્રુજી : રિક્ટર સ્કેલમાં 4,6ની તીવ્રતા નોંધાઈ : કેન્દ્ર બિંદુ હરિયાણાના રોહતક નજીક હોવાનું અનુમાન : લગભગ 30 સેકન્ડ સુધી આંચકાની અનુભવ થયો access_time 9:51 pm IST

  • છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું દુઃખદ અવસાન access_time 4:32 pm IST