Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગોંડલમાં કમળાની બીમારીથી પીડિત માદા શ્વાનને લોહી ચડાવાયું :સૌપ્રથમ ઘટના

જિમ્મી નામના નર શ્વાનનું બ્લડ ગ્રુપ માદા શ્વાન મીરા સાથે મેચ થતા બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાયું

ગોંડલમાં બનવા પામી છે. કમળાની બીમારીથી પીડાતી માદા શ્વાનને મોતના મુખમાંથી બચાવવા શહેરમાં પ્રથમ વખત લોહી ચઢાવવાની કામગીરી કરાઈ છે.

   ગોંડલ નજીક અમરનગર ગામે રહેતા અને ટેલિફોન એક્સચેન્જમાં સર્વિસ કરતા શરીફભાઈનું પરિવારનું સદસ્ય કહી શકાય તેવી મીરા નામની જર્મન શેફર્ડ પ્રજાતિની માદા શ્વાન છેલ્લા બાર દિવસથી કમળાની બીમારીથી પીડાઇ રહી હતી. જેની સારવાર ગોંડલના લોટસ વેટરનીટી ક્લિનિકના તબીબ ડોક્ટર જયદીપ પીપળીયા કરી રહ્યા હતા

  . માદા શ્વાનનો કમળાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને તેમાં પણ હિમોગ્લોબીન પાંચ ટકા થયું હોવાનું જણાતા પરિવાર મૂંઝાવા પામ્યો હતો, પરંતુ ડોક્ટર જયદીપ પીપળીયાએ માદા શ્વાનને બચાવવા કમર કસી હતી અને ગોંડલમાં જ રહેતા જયદીપસિંહ જાડેજા પાસે જિમ્મી નામનો નર શ્વાન હોય જેનું બ્લડ ગ્રુપ માદા શ્વાન સાથે મેચ થતા બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું હતું.

મીરા નામની માદા શ્વાન ને નવજીવન મળ્યું હતું. આ ઘટના અંગે તબીબ જયદીપ પીપળીયાએ જણાવ્યું હતું કે, ગોંડલમાં આવો કિસ્સો પ્રથમ વખત બન્યો છે. શ્વાનમાં તેર પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, શ્વાનના બ્લડ ગ્રુપ જાણવાની ભારતમાં પૂરતી સુવિધા નથી. જેની સામે લુધિયાણા અને ચેન્નઈ ખાતે બ્લડ બેંકની સુવિધા છે, બીમાર શ્વાનોને તેના વજન પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લોહી ચડાવવું પડતું હોય છે જેમાં ગોંડલના તબીબને સફળતા મળી છે.

(9:27 pm IST)