Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કંડલા એરપોર્ટ 44.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર : ગાંધીનગર 44.4 અમદાવાદ 44.3 સુરેન્દ્રનગર 44, રાજકોટ 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર હિટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી દેતા બપોરે  લૂ  ફેકતા પવનથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છેકંડલા એરપોર્ટ 44.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે  ગાંધીનગર 44.4  અમદાવાદ  44.3 સુરેન્દ્રનગર 44 , રાજકોટ 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે

  ડીસા 43.4 , વડોદરા 41.9 , સુરત36.4 , ભાવનગર 41.4. પોરબંદર41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે

(8:02 pm IST)
  • રાજીનામુ આપવા રાહુલ મક્કમ : કોંગ્રેસ નવો પ્રમુખ પસંદ કરશે : રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી રાજીનામુ આપવા મક્કમ હોવાથી કોંગ્રેસ પક્ષ નવો રાષ્ટ્રીય પ્રમુખ પસંદ કરે તેવી પૂરી સંભાવના છે access_time 11:40 am IST

  • આવતીકાલે બપોરે ૨ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શપથવિધિ સમારોહ માટે સરકારી ઓફીસો બંધ રહેશે તે માટેનું જાહેરનામુ બહાર પડ્યુ છે access_time 6:15 pm IST

  • પશ્ચિમ બંગાળના એ ૫૦ પરિવારો મોદીની સોગંદવિધિમાં હાજર રહેશે : પશ્ચિમ બંગાળમાં માર્યા ગયેલા ૫૦ ભાજપ કાર્યકરોના પરિવારો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શપથ સમારોહમાં ૩૦ મેના રોજ દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે access_time 11:41 am IST