Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કુતિયાણાના ઇન્ચાર્જ PSI બી.વી.પંડયા સસ્પેન્ડ

અપહરણના ગુન્હાના આરોપીને વીઆઇપી ફેસેલીટી આપતા પગલું : આરોપીને હોટલમાં જમવા લઇ જતાના ફોટા જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા

પોરબંદર તા. ર૯ : કુતિયાણાના ઇનચાર્જ પીએસઆઇ બી.વી.પંડયાને અપહરણના ગુન્હાના આરોપીને વીઆઇપી ફેસેલીટી આપવાના આરોપસર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કુતિયાણાના ઇનચાર્જ પીએસઆઇ તેમજ યલો ફર્લો સ્કોવર્ડના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બી.વી. પંડયા અપહરણના આરોપીને હોટલમાં જમવા લઇ જતા હોય તેવા ફોટા જિલ્લા પોલીસ વડાને મળતા તપાસના આધારે તાત્કાલિક અસરથી બી.વી.પંડયાને કુતિયાણાના ઇનચાર્જ પીએસઆઇ તેમજ યલો ફર્લો સ્કોવર્ડના પીએસઆઇ પદ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(3:45 pm IST)