Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જુનાગઢના યુવાનના ઘરમાંથી પત્ની-પ્રેમી રોકડ,દાગીના, મોબાઇલ અને બીજા લગ્નનું લખાણ પણ ચોરી ગયા

જુનાગઢ તા.૨૯: જુનાગઢના એક યુવાનના ઘરમાંથી પત્ની તેના પ્રેમી સાથે રોકડ,દાગીના અને મોબાઇલ ચોરીને પલાયન થઇ જતા ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢના રાજીવનગર રહેતા ભરતભાઇ માધાભાઇ મારૂ (ઉ.વ.૪૫)એ તાજેતરમાં નયના નામની મહિલા સાથે બીજા લગ્ન કરેલ.

પરંતુ ગત તા.૧૦ના રોજ પત્ની નયના તેનો માળિયા હાટીળા તાલુકાના કડાયા ગામે રહેતો પ્રેમી ધવલ રમેશભાઇ જાદવ સાથે પતિ ભરતભાઇના ઘરમાંથી રૂ.૬૫ હજારની સોનાનો સેટ, રૂ.૪૫ હજારનો સોનાનો ચેન, રૂ.૩૦૦૦ના ચાંદીના સાંકળા તેમજ સીમકાર્ડ સાથેના બે મોબાઇલ ફોનની ચોરી કરીને લઇ ગયા હતા.

આ પ્રેમીયુગલ ભરતભાઇ સાથે નયના કરેલા બીજા લગ્નનું સ્ટેમ્પ પેપર પરનું લખાણ પણ ચોરીને નાસી ગયા હતા.

આ અંગે ગત રાત્રે ભરત મારૂએ ફરિયાદ કરતા સીડીવીઝન પોલીસે નયના અને ધવલ સામે ધોરણ સરની કાર્યવાહી કરી હતી વિશેષ તપાસ પી.એસઆઇ કે.જે.પટેલ ચલાવી રહ્યા છે.

(1:16 pm IST)