Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

જેતપુરમાં ફાયર સેફટીના નિયમ હેઠળ કલાસીસો બંધ રહેણાંક મકાનમાં કલાસીસો ધમધમે છે

જેતપુર વિરપુર હોટલ ગેસ્ટહાઉસમાં પણ ફાયર સેફટીનો અમલ જરૂરી

જેતપુર તા.૨૯: સુરતમાં કલાસીસમાં બનેલ આગની દુર્ઘટનાથી બાળકોના મોત થતા રાજયભરમાં તંત્રએ તમામ સ્કુલ ટયુશન કલાસીસ સહીત એકમોમાં તપાસ હાથ ધરી ફાયર સેફટીના નિયમનુ પાલન ન થતુ હોય તેઓને નોટીસ આપેલ અને જયાં સુધી ફાયર સેફટી NOC ન મેળવે ત્યાં સુધી સંસ્થા બંધ રાખવા ચિફ ઓફીસર દ્વારા નોટીસ પાઠવવામાં આવેલ જેથી કલાસીસ સંચાલકો ફાયર સેફટીના બાટલા લઇ NOC મેળવવાની કાર્યવાહી કરી રહ્યા છે.

તો બીજી તરફ એવો કચવાટ ઉઠયો છે કે જે લોકો રહેણાંક મકાનમાં ટયુસન કલાસ ચલાવે છે તેનું શુ? તે લોકો રેસીડેન્સીયલ મંજુરીના કોર્મશીયલ પ્રવૃતી કરે છે અને તેઓને શા માટે ફાયર સેફટીને કાયદો લાગુ ન પડે? આવા મંજુરીવગરના કલાસીઓને પણ નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવે. સાથેસાથે શહેર તેમજ ધાર્મીક સ્થળ, વિરપુર કે જયાં મોટી સંખ્યામાં પૂ.જલારામ બાપાના દર્શનાર્થે ભકતો આવે છે તેથી તમામ હોટલો અને ગેસ્ટ હાઉસના ચેકીંગ કરી ફાયર સેફટીના સાધનો ન હોય તેઓને પણ નોટીસ પાઠવી નીયમની અમલવારી કરાવવામાં આવે.

(1:15 pm IST)