Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

તળાજાના પાવઠી ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે અતુલ બારૈયા ઝડપાયો :બીજાની શોધખોળ

તળાજાના પાવઠી ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે જયારે બીજાની શોધખોળ હાથ ધરાઈ છે

   મહુવા ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષકની સુચના મુજબ તળાજા પોલીસ સ્ટેશનનાપોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડી'સ્ટાફના એસ.વી.બોરીચા, ભાવેશભાઇ બારૈયા, કપિલભાઇ, તેજપાલસિહ, દિગ્વિજયસિહ પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા

  દરમિયાન બાતમી મળેલ કે પાવઠી ગામ ખોડીયાર નગર તળાવ પાસે બે ઇસમ વિદેશી દારૂ રાખી વેચાણ કરે છેે. ઉક્ત જગ્યા એ પ્રોહી રેઇડ કરતા મજકુર અતુલભાઇ જયંતિભાઇ બારૈયા (રહે.તળાજા ગોપનાથ રોડ ) હાજર મળી આવેલ સદરહુ જગ્યાએ ઓરડી ની અંદર શેટી નીચે પેટી નંગ-૬ તથા સીમેન્ટની થેલી -૨ મળી આવેલ જેમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની સીલપેક બોટલ નંગ -૯૬ જેની કુલ કિ.રૂ. ૪૮૦૦૦ નો મુદામાલ રાખી આરોપી અતુલભાઇ જયંતિભાઇ બારૈયા પકડાઇ જઇ તેમજ બાલો વીનુભાઇ વાઘેલા (રહે.પાવઠી તા.તળાજા)હાજર નહી મળી આવી મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ .ઇ,૮૧, ૧૧૬(બી), મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:39 pm IST)