Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાજુલામાં ગૌશાળા પાસે સફાઇ અભિયાન

રાજુલાઃ રાજુલા શહેરના લોકો દ્વારા ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર અને રાજુલા નગરપાલિકા કાર્યકારી પ્રમુખ ભરતભાઇ સાવલિયાને રજુઆત કરવામાં આવી હતી કે રાજુલા શહેરની અંદર પ્રવેશ પુંજા બાપુ ગૌશાળા સામે આવેલ જે ઉખરેટી તેમાં શહેરનો સફાઈ કરી ને જે કચરો ભેગો કરીને ત્યાં નાખવા આવે છે તે ઉખરેટી ઘણા સમયથી સાફ કરવામાં નથી, આવી તો આ ઉખરેટી સફાઈ કરવાની લોકોની રજુઆતને ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને રાજુલા નગરપાલિકા કાર્યકારી પ્રમુખ ભરતભાઇ સાવલિયા દ્વારા ધ્યાને લઇ સફાઈ કરાવાનું ચાલુ કરેલ છે અને શ્રી સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઉખરેટી બે થી ત્રણ દિવસની અંદર જી સી બી સાફ થાયને એક સારૃં કરી ને માટી નાખીને સરશ મજાનું મેદાન બનાવશું અને કચરાના જે ઢગલા થતાં તે થોડીક જગ્યામાં કચરો એકઠો થશે ને તેનો જલદી નિકાલ કરવા આવશે. આ કામગીરી કરવામાં પાલિકા પ્રમુખ ભરતભાઇ સાવલિયા ચિફ ઓફિસ ઉદય નિચિત તથા રાજુલા નગરપાલિકા સફાઈ વિભાગ ના કર્મચારીઓ દ્વારા જેમતેમ ઉઠાવવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ જગદીશ પાઠક)

(12:03 pm IST)