Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કોટડાસાંગાણીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પ સંપન્ન

કોટડાસાંગાણીઃ કોટડાસાંગાણીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધીરૂભાઈ સોરઠિયાની પ્રથમ પુણ્યતિથિ નીમીત્તે મહા રકત દાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ગામના અનેક લોકોએ રકતદાન મહાદાન સમજીને રકતદાન કર્યુ હતુ.અને સીતેર બોટલ રકત એકત્ર કરાયુ હતુ. ત્યારે અકબરભાઈ પરમાર વિપુલભાઈ સોરઠિયા ડાયાભાઈ ધોળકિયા કિશોરભાઈ ભાલીયા ઘેલાભાઈ રામાણી તેમજ ભાવેશભાઈ યુસુફભાઈ ધર્મેશભાઈ સહીતનાઓએ જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. ત્યારે સામુહિક આર્રીોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. પરેશ ઢોલરીયા સહીતના સ્ટાફે વ્યવસ્થા પુરી પાડિ હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર.કલ્પેશ જાદવ)

(12:01 pm IST)