Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાવનગરઃ મહાપાલિકા કચેરી ખાતે પાણી પ્રશ્ને મહિલાઓ દ્વારા હલ્લાબોલઃ પાણી આપો

ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં ચાલી રહેલા રોડનાં કામ દરમ્યાન કરાઇ રહેલા આડેધડ ખોદકામથી પાણીની લાઇનો તૂટી ગઇ હોય જેના કારણે છેલ્લા આઠ દિવસથી રહીશોને પાણી મળ્યું ન હોય મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે. આજે કુંભારવાડામાં સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરાયા બાદ મહિલાઓ પાણી આપોના નારા સાથે મહાપાલિકા કચેરીએ દોડી આવેલ અને પાણી માટે રજૂઆત કરી હતી. (મેઘના વિપુલ હીરાણી -ભાવનગર)

(11:44 am IST)