Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઉનાના ઉમેજમાં જુના મનદુઃખથી લાકડી-પાઇપ વડે હુમલો

ઉના, તા. ર૯ : ઉમેજ ગામે ઓટલે બેઠેલા યુવાનને ૩ લોકોએ લોખંડનો પાઇપ અને લાકડી વતી માર મારી ઇજા કરી છે.

ઉના તાલુકાના ઉમેજ ગામે રહેતા રાજાભાઇ કાળુભાઇ દુદાવાળા બાપા સીતારામના ઓટે ઉમેજ ગામે બેઠા હતાં. ત્યારે અગાઉના મનુદઃખને કારણે વેર રાખી ઉમેજ ગામના ભગુ જોધુ, આતુ જોધુ, પણજી જોધુ વાહનમાં આવી લોખંડનો પાઇપ તથા લાકડી હથીયાર ધારણ કરી ગાળો આપી મુંઢ માર મારી ઇજા કરી નાસી ગયાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ એ.એસ.આઇ. એમ.આઇ. શેખ તપાસ કરી રહ્યા છે.

(11:42 am IST)