Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ચોટીલાના મોટી મેલડી માતાજીનું અધુરૂ કામ ચોમાસા પહેલા પુર્ણ કરવા માંગણી

વઢવાણ તા.૨૯ : ચોટીલાના મોટી મેલડી રસ્તા ઉપર અધવચ્ચે મુકેલા નાળાનું કામ ચોમાસા પહેલા પુરૂ કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે. તાલુકાના ઘણા બધા ગામોમાં અતિવૃષ્ટિમાં રોડ રસ્તા નાળા કોઝવે બેઠા પુલ જર્જરીત હાલતમાં છે ત્યારે ચોટીલા પંથકમાં અતિવૃષ્ટિ બાદ હજુ પણ ઘણા બધા ગામમાં રસ્તા નાળા હોવા છતા સરકારી તંત્ર રીપેર કરવામાં નિષ્ફળ રહ્યુ છે ત્યારે મોટી મોલડી અને નાની મોલડી વચ્ચે ચોટીલા તરફ જવાના માર્ગ ઉપર આવેલ મોટી મોલડી ગામના તળાવના ઓગનનુ પાણી જે રસ્તા પર આવેલા નાળા નીચે થી પસાર થઇ છે તે ઠાગાના આશરે ૩૦ ગામોના ચોટીલા તરફ જવાનો રસ્તો છે આશરે ચારેક મહિના પહેલા ચાલુ કરેલ કામ બે મહિનાથી બંધ હોવાથી જો ચોમાસા પહેલા અધવચ્ચે મુકેલા નાળાનુ કામ ચાલુ કરવામાં નહી આવે તો ઠાગાના ૩૦ ગામો ચોમાસામાં સંપર્ક વિહોણા બનશે અને મોલડી ગામનુ તળાવ ઓવરફલો થશે તો પાણીના લીધે રસ્તો પાર કરવા જીવનુ જોખમ રહેશે. ચોમાસામાં કોઇપણ પ્રકારની ઘટના ઘટે તે પહેલા તંત્ર જાગે તેવી માંગણી પીપળીયા ગામના રાજુભાઇ ધાધલે કરી છે.

(11:41 am IST)