Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બગસરા નગરપાલિકા દ્વારા પાણીનો બગાડ અટકાવવા ચેકીંગઃ પાણી ચોરી કરનાર દંડાશે

બગસરા, તા. ર૯ : નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં ફરીને પાણીનો વ્યય થતો અટકાવવા રાત્રેે તેમજ વહેલી સવારે ચીફ ઓફીસર ભાવના ગોસ્વામી, ન.પા. સદસ્યશ્રી/શહેર પ્રમુખશ્રી એ.વી. રીબડીયા, હેડ કલાર્કશ્રી બી.સી. ખીમસુરીયા પાણી પુરવઠા સ્ટાફ સંજયભાઇ વ્યાસ ન.પા.ના કર્મચારીશ્રી ચેતનભાઇ દેવલુક તેમજ અન્ય કર્મચારીઓ સાથે પાણીનો વ્યય કરતા ઇસમોને પાણીના મહત્વ વિશે સમજાવવામાં આવ્યા હતાં.

ઉપરાંત પાણીનો બગાડ કરનાર સામે દંડની જોગવાઇ હોય ભવિષ્યમાં પાણીનો બગાડ ન કરવા જણાવવામાં આવેલ. હાલ ઉનાળાની ઋતુ હોય પાણી ડેમમાં ખૂબ જ ઓછુ હોય તેમજ સ્થાનિક સોર્સમાં પણ પાણી ઓછું થઇ ગયેલ હોય પાણીનો બગાડ અટકાવવા ન.પા. દ્વારા ટીમ બનાવી સઘન કામગીરી હાથ ધરવામાં આવેલ અને નગરપાલિકા દ્વારા લોકોને નિવેદન કરવામાં આવેલ છે કે અગાસીમાં આવતુ વરસાદનું પાણી બોરમાં નાંખી બોર રીચાર્જ ભૂગર્ભ તળના લેવલને ઉંચુ લાવીએ જેથી બગસરા શહેરમાં વૃક્ષોના વિકાસને વેગ મળે, પાણીની સમસ્યા હળવી થાય હાલ બગસરા શહેરને ચાર દિવસે પાણી મળે છે. છતાં લોકો પાણીનો બગાડ કરી રહ્યા છે. પાણીને તમે બચાવશો તો પાણી તમને બચાવશે.

ચેકીંગ દરમ્યાન જો કોઇ નાગરિક પાણીનો બગાડ કરતા પકડાશે તો દંડની જોગવાઇ મુજબ દંડ કરવામાં આવશે. બગસરા નગરપાલિકાને પીવાના પાણી બાબતમાં સ્વનિર્ભર કરવા નગરપાલિકા પ્રયત્નશીલ છે. તમામ નાગરિકોને પાણીની સવલત મળે તે માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.

(11:40 am IST)