Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ધોરાજીમાં જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને પકડી પાડતી ધોરાજી પોલીસ

ધોરાજી, તા.૨૯: રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના હોય જે અંગે

ધોરાજી પો.સ્ટેના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ PSI જે બી મીઠાપરા સાહેબતથા Asi સુરેશભાઈ કોટડીયા તથા ણ્ઘ્ હિતેશભાઈ ગરેજા HC લાલજીભાઈ જાંબુકીય તથા PC પ્રદીપભાઈ બારોટ PC અરવિંદસિંહ જાડેજા એમ બધા ધોરાજી પોસ્ટે વિસ્તારમાં નાઈટરાઉન્ડ પેટ્રોલિંગ માં હતા તે દરમીયાન PC પ્રદીપભાઈ બારોટને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ધોરાજી લાલસા બાપુની દરગાહ પાસે રાવળ ફરીમાં જાહેરમાં તીન પત્ત્।ીનો જુગાર રમતા આરોપી વીરાભાઇ કાનાભાઈ પરમાર તથા રવજીભાઈ જીણાભાઈ સોઢા તથા પ્રતાપભાઈ જાદવભાઈ બારૈયા રહે ધોરાજી વાળાઓને રોકડા રૂપિયા ૧૦૨૭૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુરો વિરુદ્ઘ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(11:35 am IST)