Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ધોરાજીમાં પત્નિ દ્વારા પતિ સામે દુષ્કર્મ અને માર માર્યાની ફરીયાદ

ધોરાજી, તા. ર૯ : જમનાવડ રોડ પર રહેતા આરોપીઓ જેમાં ફરીનો પતિ કપીલભાઇ ભરતભાઇ ધીનોજા (ર) સુનિલ ભરત ધીનોજા (૩) લતાબેન ભરતભાઇ ધીનોજા (સાસુ) તથા કવિતાબેન સહિતના સામે ધોરાજી પોલીસમાં ફરીયાદ કરી છે.

જેમાં તેના પતિ પોતાની પત્નીની ઇચ્છા વિરૂદ્ધ દુષ્કર્મ કરી અને ઢીકાપાટુનો મુઢ માર મારી મારી અને ફરી અનુજાતીના હોવાનું જાણવા છતાં જાતિ પ્રત્યે અપમાન થાય તેવા શબ્દો બોલી આરોપીઓ ગુનામાં એક બીજાને ગુના મદદગારી અંગે ધોરાજી પોલીસમાં આઇપીસી કલમ ૩૭૬(ર)  ૩ર૩,પ૦૪, પ૦૬/ર ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) આરએસડબ્લ્યુ ૩(ર) મુજબનો ગુનો દાખલ કરી આ બનાવ અંગે એસસી/એસટી સેલના રાજકોટના નાયબ પોલીસ અધિકારી એસ.એસ. મહેતા તપાસ ચલાવી રહેલ છે.

(11:32 am IST)