Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાડલાના મદાવા ગામે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સો પકડાયા

રાજકોટ, તા. ૨૯ :. ભાડલાના મદાવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

મદાવા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઈ એન.એચ. જોશી તથા સ્ટાફના મામૈયાભાઈ, વલ્લભભાઈ બાવળીયા, અશ્વિન માલકીયા, લાલજીભાઈ તલસાણીયા તથા વિજય રોજાસરા સહિતનાએ રેડ કરી જુગાર રમતા મગન શીવાભાઈ કોળી, દેવરાજ તળશીભાઈ કોળી, જયરાજ લાભુભાઈ રાઠોડ, માવજી સવસીભાઈ કોળી તથા અરવિંદ મીઠાભાઈ કોળીને રોકડ રૂ. ૧૦૪૪૦ તથા ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:32 am IST)