Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ધોરાજીમાં ઉદ્યોગપતિને હનીટ્રેપમાં ફસાવ્યાઃ પાયલ બુટાણી સહિત પ ઝડપાયા

જૈન સમાજનાં અગ્રણી શરદભાઇ પ્રાણજીવનભાઇ દામાણી (ઉ.વ.૬પ)ને દુષ્કર્મ કેસમાં ફસાવી અડધો લાખ પડાવી લઇને ર૦ લાખની માંગણી કરી

ધોરાજી : તસ્વીરમાં હનીટ્રેપમાં ઝડપાયેલ ર યુવતિ સહિત ૩ યુવકો અને પોલીસ ટીમ નજરે પડે છે.

(ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા., ૨૯: ધોરાજીના ઓઇલ મિલના જૈન ઉદ્યોગપતિ શરદભાઇ પ્રાણજીવનભાઇ દામાણીને હની ટ્રેપમાં ફસાવીને રૂ. ર૦ લાખની માંગણી કરીને રૂ. પ૦ હજાર પડાવી લેનાર રાજકોટની પાયલ બુટાણી સહિત અન્ય એક યુવતી અને ૩ યુવકોને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના કલ્યાણ સોસાયટી આદર્શ સ્કૂલ પાસે હનુમાનજી મંદિર પાસે રહેતા જૈન સમાજના અગ્રણી શરદભાઇ પ્રાણજીવનભાઈ દામાણી જાતે વાણીયા ઉંમર વર્ષ ૬૫ ધંધો જૂનાગઢ રોડ ઉપર આવેલ અંબિકા ઓઇલ જેમને ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રીંકુબેન સિસોદિયા,  પાયલબેન બુટાણી રહે બંને રાજકોટ (૩) ઈમ્તિયાઝ હબીબ ગામેતી રહે જુનાગઢ (૪) સલીમ ફેસર ઠેબા રહે નવાગઢ જેતપુર (૫ )નિમેશ જગદીશ કમાણી રહે છાપરા તાલુકો લોધીકા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે રાત્રિના દસ વાગ્યા આસપાસ ધોરાજીના ડોકટર પ્રવીણભાઈ ગરબી ચોક વિસ્તારમાંઙ્ગ ૫ શકશો આર્થિક લાભ મેળવવા બાબતે  કાવતરું રચી આ કામના આરોપી રીંકુબેન સિસોદિયા એ ફરિયાદીના જુનાગઢ રોડ ઉપર આવેલ અંબિકા ઓઇલ મીલ એ મોકલી ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દઈ ફરિયાદીની આબરૂને ધક્કો પહોંચાડવાનું જેલભેગો કરવાના ઇરાદે ભઈ બતાવી અને ફરિયાદી સામે બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજાર રોકડા મેળવી લઈ બાકીના રકમ જો ફરિયાદી બીજે દિવસે ન આપે તો ફરિયાદીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવા ભઇ બતાવી એકબીજાને મદદગારી કરવાની આ બાબતમાં ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે ઉપરોકત બે યુવતી અને ત્રણ યુવાનો કુલ પાંચ શખ્સો સામે આઈ પી સી કલમ ૩૮૯. ૧૨૦ (B).૧૧૪ મુજબ ગુનો નોંધ ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે

ધોરાજીના પીએસઆઇ જે.બી મીઠાપરા એ જણાવ્યુ કે ધોરાજીના કલ્યાણ સોસાયટી આ આદશ સ્કુલઙ્ગપાસે રહેતા શરદભાઈ પ્રાગજીભાઈ દામાણી જાતે વાણીયા ઉમર ૬૫ ધંધો ઓઇલ મિલ વેપાર જેમને ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે હું તારીખ ૨૭/ ૫ /૨૦૧૯ ના રોજ સાંજના સાડા સાત વાગ્યે ધોરાજી ગામમાં હતો ત્યારે મને મોબાઇલ નંબર ૭૦૪૩૯૪૩૦૮૬ ઉપરથીઙ્ગ રીંકુબેન સિસોદિયા નો ફોન આવેલો કે હું ઓઇલ મીલ આવીને બેઠી છું અને તમારી રાહ જોઉં છું તેમ કહેતા હું ગાડી લઈ ગયેલ હતો અને ત્યારે કારખાનામાં ઓફીસની બાજુમાં આવેલ ખુરશીમાં રીંકુબેન સિસોદિયાબેઠેલા હતા ત્યારે ત્યાં જઈને તેમને ફરિયાદી શરદભાઈ દામાણી એ વાત કર કે અમારા વધુ કામ છે તમે અત્યારે કેમ આવ્યા છો ત્યારે આ રીંકુબેન ને ફરિયાદીને કહેલ કે મારી બહેનપણી પાયલ બુટાણી મને અહી મૂકી ગઈ છે તે તોરણીયા ગયેલ છે અને થોડીવાર પછી પાછી આવે એટલે હું તેની સાથે જતી રહીશ તેમ વાત કરી જેથી હું ફરિયાદી મારી ઓફિસમાં બેઠો હતો અને આ રીંકુબેન મારી ઓફિસમાં અંદર આવેલ ખુરશીમાં બેઠા હતા તેઓ થોડીવારમાં મારી ઓફિસમાં રીન્કુબેન એ મને જણાવ્યું કે  મારા ફોન ની બેટરી ઊતરી ગયેલ છે જેથી ફોન ચાર્જ કરવો છે તેમ જણાવતાં મારી ઓફિસમાં તેણે ફોન ચાર્જ કરવા રાખેલા હતો અને આ રીંકુબેન મારી ઓફિસમાં વીસ-પચ્ચીસ મિનિટ બેઠેલા હતા અને થોડી વાર પછી મારા ઓઇલ મીલ થી રીંકુબેન ને ધોરાજી સંતોષીમાં ગરબીચોક લાવીને ઉતારલ હતા અને મેં તેને કહેલ કે માંરે કામ કામે જાવું હોય તો સવારે ૯.૩૦ ડોકટર પ્રવિણભાઈ ગરબીચોક આવી જજે એમ કહીને હું મારા દ્યેર જતો રહ્યો હતો અને થોડીવાર પછી આ રીંકુબેન ને મને ફોન કરી જણાવેલ કે તમે મારી સાથે ખરાબ કાર્ય કર્યું છે જેથી હું તમારા વિરૂદ્ઘ ફરિયાદ લખાવી છે તેમ કહેતા હું ગભરાઈ ગયેલા અને મને આ રીંકુબેન ને સમાધાન કરવા માટે રાત્રે ૧૦ વાગ્યે ડોકટર પ્રવિણભાઈ ગરબી ચોકમાં બોલાવતા હું મારી ગાડી લઈને ત્યાં ગયેલ હતો ત્યારે એક કાળા કલરની જ્ઞ્૨૦ કાર તેમજ એક મોટરસાઇકલ પર ચાર પાંચ શખ્સો પણ તેઓ બેઠેલ હતા એમાં ગાડીમાંથી એક છોકરી જેનું નામ પાયલ કહેતા હતા તે ગાડીમાંથી નીચે ઉતરેલ હું તેને ઓળખી ગયેલ તે ત્રણ દિવસ પહેલાં મારા કારખાને આવેલી તે છોકરી પાયલ બુટાણી હતી અને તેને મને કહે કે આ સમાધાનમાં તમારે અમને રૂપિયા ૨૦ લાખ રૂપિયા આપવા પડશે જેથી આટલા બધા પૈસા મારી પાસે ન હોય.  જેથી હું તેમની પાસે પૈસા બાબતે રજૂઆત કરતાં પાયલે મને જણાવેલ કે આ મેટરમાં તો જૂનાગઢ રહેતા ઈમ્તિયાઝ હબીબ ગામેતી રહે જુનાગઢ તથા સલીમ કેસર ઠેબા નવાગઢ તથા નિમેષ જગદીશ કામાણી રહે છાપરા લોધિકા વાડાના ઓ ને પણ તેમનો ભાગ આપવાનો છે તેમ કહી મારી પાસે રૂપિયા ૧૫ લાખમાં સમાધાન કરવાનું નક્કી કરી અને તેમને રોકડા ૫૦ હજાર રૂપિયા તરત જ આપી દીધા હતા અને બાકીના સાડા ચૌદ લાખ રૂપિયા હું ફોન કરું ત્યારે તમે આવીને લઈ જજો તેમ જણાવતા આ બધા ત્યાંથી જતાં હતા અને હું ફરિયાદી શરદભાઈ દામણી પોતાના દ્યેર જતા રહેતા બાદ લોકોએ સવારમાં પૈસા નહીં આપું તો મારી સમાજમાં ઈજ્જત જશે અને તે બાબતે વિચારીને મેં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જે અંગે પીએસઆઇ જે.બી મીઠાપરા એ જણાવ્યું હતું

ઉપરોકત બાબતે ધોરાજી જૈન સમાજના અગ્રણી શરદભાઈ દામાણી આ પ્રકારે હનીટ્રેપ માં ફસાઇ જતા ધોરાજીમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ હતી

(11:30 am IST)