Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગોંડલના યુવાને પુત્રીનો જન્મદિવસ મંદબુદ્ઘિના બાળકો સાથે ઉજવ્યો

 ગોંડલઃ વર્તમાન સમયમાં દ્યણા લોકો સંતાનો ના જન્મદિવસ લાખો રૂપિયાનો ધુમાડો કરી ઉજવતા હોય છે ત્યારે ગોંડલના મહાકાળી નગરમાં રહેતા અને યુદ્ઘ એજ કલ્યાણ ગ્રુપના વિજયભાઈ જાદવ એ પુત્રી મનાલી (ઉંમર વર્ષ ચાર) નો જન્મદિવસ કોઈપણ જાતના ખોટા દેખાડા વગર જીવન પુંજી નો સદુપયોગ થાય તેવા હેતુથી મેંદરડા ખાતે આવેલ શ્રીજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ માં પનાહ લેતા ૨૧ જેટલા મંદબુદ્ઘિના બાળકોને સાસણગીરના પ્રવાસીઓ લઈ જઈ લાડકવાઈ મનાલીનો જન્મદિવસ ઉજવ્યો હતો. અને મંદબુદ્ઘિના બાળકોને સ્વિમિંગ પૂલ માં સ્નાન કરાવી મન ભાવતા ભોજન કરાવ્યા હતા.

(10:00 am IST)