Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વોર્ડ નં. પ ના તકિયા પાડાની નર્ગાકાર હાલતઃ રોગચાળાની દહેેશત

ભાણવડ તા ૨૯ પાલીકાના વોર્ડ નં.પ ના તકિયા પાડા વિસ્તારની હાલ છેલ્લા કેટલાય સમયથી અત્યંથ બદતર થઇ ગઇ છે.લઘુમતિ મેજોરીટી વાળા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરોનાા પાણી લોકોના ઘરોમાં ઉથલા મારીને ઘુસી જઇ રહ્યા છે અને ઘરોના ફળીયામાં ગોઠણ સુધી આ ગંદા પાણી ભરાઇ જાય છે એક તરફ પાક અનેપવિત્ર રમજાન માસ ચાલીરહ્યો હોઇ ઘરના સદસ્યોને આ ગંદા પાણી ઉલેચી ઉલેચીને બહાર કાઢવા પડે છે ભુગર્ભ ગટરની ઢંગધડા વગર ની કામગીરીને કારણે ટાંકીઓમાંથી પાણી આગળ ધપતા ન હોઇ હાઉસ કનેકશનોની ટાંકીઓ ભરાઇ ગયા બાદ ઉથલા મારી પાણી રીવર્સ આવે છે ત્યારે નગરપાલીકાના પંપથી હાનલ ભુગર્ભ ગટરોની ટાંકીઓમાંથી પાણી ખેંચી દેવામાં આવે છે જે માટે આ વિસ્તારના લોકો પાલીકામાં રજુઆતો કરવા ગયા તો તેમ કહેવામાં આવ્યુ કે, પંપ ખરાબ થઇ ગયા હોઇ રીપેરીંગ થયા બાદ કુંડીઓના પાણી ખેંચાશે ત્યાં સુધી રાહ  જુઓ ત્યારે આ વિસ્તારના કોંગ્રેસી સદસ્યાએ જણાવ્યા મુજબ પાલીકાના સતાધિશો તેમજ પદાધિકારીઓ કોઇનુૅ સાંભળતાજ નથી આમ પ્રજાની યાતનાની સહેજમાત્ર પણ દરકાર નથી. જો આ શ્રવિસ્તારમાં તાત્કાલીક આ પ્રશ્નનું નિરાકરણ નહિ થાય તો આ ભુગર્ભ ગટરની ગટરોના ગંદા પાણી ભયંકર રોગચાળો ફેલાવશે. આ ઉપરાંત અહિ કરવામાં આવેલા પેવરબ્લોકના કામ બાદ ગટરો બ્લોક થઇ ગયા હોઇ ગટરોના પાણીની રસ્તાઓ પર રેલમછેલ થાય છ જેમાં ઘાંચી શેરીના લોકોના ઘરોમાં ગટરોના પાણી ઘુસે છે જે અંગે પાલીકામૉ અનેક  રજુઆતોેબાદ પણ કોઇ સાંભળતુ નથી જયારે જયારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે તો આ વિસ્તારમાંથી પગપાળા નિકળી ન શકાય એ હદે ગટરોના પાણી ભરાય છે કેટલાક ઘરોના લોકોને તો ડેલી બહાર નીકળવું પણ ાુશ્કેલ થઇપડે એ ે હદે પાણી ભરાઇ જાય છે. પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોવા છતાં આ વિસ્તારની મહિલાઓને ગટરોના પાણીની સાફસફાઇ કરવી પડતી હોઇ રોજા રાખવા કે અલ્લાહજી બંદગી કેેમ કરવી એ સવાલ થઇ પડયો છે. આ વિસ્તારની મહિલાઓ પાલિકા વિરૂધધ રીતસર મોરચો માંડવાના મુડમાં છે

આજ વિસ્તારની સહકારી મંડળી સામેની એક શેરી જે આઝાદ ચોકને મળે છે તેે શેરી સીસી રોડ કરવા માટે છેલ્લા બે માસથી ખોદી મુકવામાં આવી છે અને શેરીના લોકોએ પાલીકામાં બે વખત રજુઆતકરી પરંતુ તેમને બન્ને વખત આઠ-આઠ દિવસની જવાબદાર અધિકારીઓએ આપ્યા બાદ એક એક માસ થઇ ગયા બાદ પણ કામ પૂર્ણ કરાવેલ નથી  આ શેરીમાં રહેતા લોકો ને શંકા છે કે જો ચોમાસા પહેલા આ  શેરીમાં સીસી રોડનું કામ કરવામાં ન આવ્યુ તો હિજરત કરવાની નોબત આવશે એક તો એકદમ સાંકડી શેરી ઉપરથી ખોદાણ કરી નખાતા લોકો માટે આવવું જવું મુશ્કેલ થઇ પડયું છે ખાસ કરીને નાના બાળકો તેમજ વયોવૃધ્ધ લોકો માટે તો સહેજ ચુંક થઇ કે આવી જ બને એવી હાાલત છે.

આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ વોર્ડ નં.પ ની ચાર સીટ પૈકી ત્રણ પર કોગ્રેસના સદસ્યો ચુંટાયા હોઇ સતાપક્ષ ભાજપ દ્વારા જાણી જોઇને કિન્નાખોરી ભર્યુ વર્તન કરવામાં આવીરહ્યું છે જો કે, જે રીતે આ વિસ્તારની પ્રજા તેમાં પણ મહિલાવર્ગમાં જે રીતે રોષ ભભુકી રહ્યો છે તે જોતા ટુંક સમયમાં જો આ તમામ હાલાકીનો હલ કરવામાં નહિ આવ્યો તો સતાધિશો તેમજ પાલીકાના પદાધિકારીઓ માટેજોવા જેવી થઇ પડશે એવું લાગી રહ્યુ છે.

(4:31 pm IST)