Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ચલાલાનાં મોરઝર રોડ ઉપર બાઈક ચાલકને અટકાવી રૂ. ૧.૨૯ લાખ અને પાસબુક - આધારકાર્ડની લૂંટ

અમરેલી, તા. ૨૯ :. અમરેલી જીલ્લાના ચલાલા તાલુકાના મોરઝર ગામ પાસે બાઈક ચાલક પાસેથી રોકડ અને અગત્યના ડોકયુમેન્ટની લૂંટ કરીને બાઈક ચાલક નાસી છૂટતા ભારે ચર્ચા જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઘનશ્યામભાઈ મનજીભાઈ કથીરીયા તથા અન્ય એક વ્યકિત બાઈક ઉપર જતા હતા ત્યારે મોરઝર રોડ ઉપર કાળા કલરના બાઈક (નં. જીજે ૧૪ ૯૩૨૧) ઉપર બે ઈસમો આવીને ઘનશ્યામભાઈ પાસેથી રૂ. ૧,૨૯,૦૦૦ તેમજ રમેશભાઈ બુદા રે. ખીરચાવાળાના તથા તેના પત્નિના આધારકાર્ડ-પાનકાર્ડ તેમજ તેની ધારી સ્ટેટ બેંકની પાસબુક તથા તેઓની ફીકસ ડીપોઝીટની બે રસીદો તેમજ ધારી મધ્યસ્થ સહકારી બેંકની રસીદ તેમજ પાસબુક તથા જમીન ખાતાની ચોપડી વિગેરે રાખેલ નાયલોનની થેલીની લૂંટ કરી નાસી ગયાની ફરીયાદ ચલાલા પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

ખૂનની ધમકી

ધારીના આંબરડી ગામના ભીમભાઈ લાખાભાઈ બાંભણીયાના દિકરા તથા તે જ ગામના બહાદુરભાઈ અનુભાઈ તથા તેનો ભાઈ સહિત બે સામે ટ્રેકટર સામે મળતા એકબીજાને સાઈડ આપવા બાબતે મનદુઃખ થતા ભીમભાઈના દિકરાને ગાળો આપી કુહાહીના હાથા વડે કપાળમાં તથા વાસામાં ઘા મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ ધારી પોલીસમાં નોંધાવેલ છે.

બાદુરભાઈ અનુભાઈ વાળાએ હરેશ ભીમા સહિત ત્રણ શખ્સો સામે ગાળો આપી લોખંડના પાઈપ વડે માર મારી મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની   ફરીયાદ ધારી  પોલીસમાં નોંધાવેલ છે.

આપઘાત

રાજુલાના બામભણીયા ગામની કંચનબેન કિશોરભાઈ વાળા (ઉ.વ. ૪૦) નામની પરીણિતાને માનસિક બીમારી હોય જેથી બીમારીથી કંટાળી આડેસરી ઢીંગલી સાથે સાડીથી ગળાફાંસો ખાઈ મોત થયાનુ રાજુલા પોલીસમાં જાહેર થયેલ છે.

(1:30 pm IST)