Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગોૈવંશના મોતના મામલે જુનાગઢ મનપા તંત્રમાં દોડધામઃ ખાસ બોર્ડ બોલાવવા વિપક્ષની માંગ

૧૯ માસમાં રખડતા ઢોર પાછળ કોર્પોરેશનનું રૂ. ૯૬.૫૦ લાખનું આંધણ

જુનાગઢ તા.૨૯: ગોૈવંશના વધતા મોતના મામલે જુનાગઢ મનપા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. અને વિરોધ પક્ષે ગોૈશાળા કાંડ સહિતના કોૈભાંડ મુદે ખાસ બોર્ડ બોલાવવાની માંગણી કરી છે.

જુનાગઢમાં રખડતા ભટકતા પશુઓને પકડી મનપા દ્વારા વિવિધ ગોૈશાળાને મોકલવમાં આવેલ અને પશુ દિઠ રૂ. ૩૦૦૦નો નિભાવણી ખર્ચ પણ ચુકવવામાં આવે છે.

 પરંતુ તોરણીયા અને શોભાવડલા ગોેશાળા બાદ ખડિયા પાસેની રામાપીર ગોેશાળામાં વધુ ત્રણ ગોૈવંશનું મોત થતા મનપાની તાકીદની બેઠક મળી હતી.

જુનાગઢ મનપા અનુદાનીત તોરણીયાની ગોૈશાળામાંથી નિભાવણી ખર્ચની કથિત ગેરરીતિ ની સામે પશુ વેચવાનું કોૈભાંડ પણ પ્રકાશમાં આવેલ. તેમજ ગોૈશાળામાં ગોૈવંશના મોતનો ભેદી સિલસિલો યથાવત રહેલ. ગઇકાલે મેયર આદ્યશકિતબેન મજમુદાર ડે. મેયર ગીરીશભાઇ કોટેચા વગેરેએ મનપાના અધિકારીઓ સાથે તાકીદની મીટીંગ યોજી અધિકારીઓને ગોૈવંશના મામલે બે દિવસમાં રીપોર્ટ કરવા તેમજ ખડિયા પાસેની ગોૈશાળમાં વધુ ૩ ગાયના મોત થતા મનપાનો સ્ટાફ અને શાસક ભાજપના નેતાઓ દોડી ગયા હતા.

છેલ્લા ૧૦ મહિનામા ૧૮૨૧ રખડતા ઢોર પાછળ મહાનગરપાલિકાએ રૂ. ૯૬.૫૦ લાખનો ખર્ચ કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

 આમ રખડતા ભટકતા પશુ પાછળ અધધ ખર્ચ થતા વ્યવસ્થિતપણે ચોક્કસ કોૈભાંડ ચાલી રહયું હોવાની શંકા જન્મી છે.

 હાલ ગોૈવંશ મોત અને નિભાવણી ખર્ચને મનપા તંત્ર શાસકો એકશનમાં આવ્યા છે. અને આવતીકાલે આ મામલે મિડીયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની મનપાના શાસકોએ જાહેરાત કરી છે.

દરમ્યાન વિપક્ષના નેતા સતીષભાઇ વિરડા ગોૈશાળા કાંડ તેમજ અન્ય કોંભાંડ ને લઇ રિકવીઝીશન બેઠક એટલે કે ખાસ બોર્ડ બોલાવવાની માંગણી કરી છે.

આ માટે શ્રી વિરડાએ કોંગ્રેસના ૨૦ કોર્પોરેટરોના ટેકાથી કમિશ્નરને દરખાસ્ત કરીને કોર્પોરેશનના કથિત કોૈભાંડો અને ખાસ કરીને ગાયોના મોત તેમજ ગોૈશાળાને અપાયેલ અનુદાન ની રકમ અંગેના કથિત ભ્રષ્ટાચારની ચર્ચા કરવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગ સાથે રિકવીઝીશન મીટીંગની દરખાસ્ત કરેલ છે.

હવે કોર્પોરેશન તંત્ર દ્વારા આગળ શું કરવામાં આવે છે તે જોવું રહયું.

(1:29 pm IST)