Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સાવરકુંડલા આઇટીઆઇમાં સુવિધા આપવા આવેદન

સાવરકુંડલા, તા. ર૯ : અમરેલી જીલ્લા સોશ્યલ મીડીયા દ્વારા આઇ.ટી.આઇ.માં આપવામાં આવેદન પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આઇ.ટી.આઇ.ની અંદર પીવાના પાણી પાણીની વ્યવસ્થા ડોળાઇ ગઇ છે. શૌચાલયમાં અસુવિધા છે.

પીવાના પાણી ટોઇલેટ વગેરે પ્રકારની સેવા સુવિધા અને સવલતો જેમ બંને તેમ યુદ્ધના ધોરણે પ્રશ્નો ઉકેલ લાવવા અમરેલી જીલ્લા સોયલ મીડીયા તેમજ એન.એસ.યુ.આઇ.ના સંયુકત ઉપક્રમે લેખીત માંગણી કરી છે.

આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવી માંગણી મુસ્તાક એ. સરવૈયા, સાદીક અજમેરીએ કરી છે.

(1:29 pm IST)