Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પોરબંદરમાં નિદોર્ષ ઉપર પોલીસ ખોટી રીતે બળપ્રયોગ કરી વાતાવરણ બગાડવાનો પ્રયોગ ન કરે

રાજયસભાના સાંસદ ચુનીભાઇ ગોહેલ તથા ગુજરાત ખારવા સમાજના આગેવાનો દ્વારા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને રજુઆત

પોરબંદર તા.૨૯: રાજયસભાના સાંસદ ચુનીભાઇ ગોહેલ તથા ગુજરાત ખારવા સમાજના આગેવાનો કલેટકર અને જિલ્લા પોલીસ અધિકારીને રૂબરૂ રજુઆતમાં શહેરના નિદોર્ષ ઉપર પોલીસ ખોટી રીતે બળપ્રયોગ કરીને વાતાવરણ ન બગાડવા  જણાવેલ હતું.

ખારવા જ્ઞાતિની દિકરીને મુસ્લીમો દ્વારા છેડતી પ્રશ્ને પબ્લીક અને પોલીસ વચ્ચે ઘર્ષણમાં નિદોર્ષ ખારવા યુવાનો ઉપર પોલીસ ફરીયાદો ઉભી કરી ૧૬ જેટલી ગંભીર કલમો ઉમેરી તેમને હેરાન કરવામાં આવેલ અને ૩૨ જેટલા ખારવા યુવાનો ઉપર કેસ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવેલ છે. આ બાબતે આજે પંચાયત મંદિર (મઢી) ખાતે મીટીંગ રાખવામાં આવેલ હતી, જેમાં પોરબંદર ખારવા સમાજના આગેવાનો, વેરાવળથી રાજયસભા સાંસદ ચુનીભાઇ ગોહેલ ઉપસ્થિત હતા. તેમજ સમસ્ત ગુજરાત ખારવા સમાજના આગેવાનો, પોરબંર માછીમાર બોટ એસોસીએશન પ્રમુખ તેમજ કમીટી મેમ્બરશ્રીઓ, પોરબંદર માછીમાર પિલાણા એસોસીએશન ના પ્રમુખ તેમજ કમીટી મેમ્બરશ્રીઓ, અખીલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તેમજ મેમ્બરશ્રીઓ હાજર હતા.

જેમાં નક્કી થયા મુજબ આ બાબતે ખારવા સમાજ ના નિદોર્ષ યુવાનો ઉપર પોલીસે ગંભીર પ્રકારની ફરીયાદો દાખલ કરી હજુ પણ ધરપકડ ચાલુ રાખેલ છે, તે બંધ કરી નિદોર્ષ યુવાનોને છોડી મુકવા અને આ ગંભીર પ્રકારની ૧૬ કલમો પોલીસ દ્વારા દુર કરવા તેમજ ખારવાવાડ માં અનેક વાહનોની પોલીસ દ્વારા તોડફોડ થયેલ છે. તેની તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા કલેકટર પોરબંદર તેમજ જિલ્લા પોલીસવડા ને રાજયસભા ના સાંસદ ચુનીભાઇ ગોહેલ ની આગેવાનીમાં બારગામ ખારવા સમાજના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ મળેલ હતું. જેમા થયેલ ચર્ચા મુજબ ખારવા સમાજ ના નિદોર્ષ યુવાનોને હેરાન ન કરવા અને પોલીસ ને સહકાર આપવા તેમજ ખારવાવાડ તેમજ પોરબંર ની શાંતિ અને સુલેહ જળવાઇ રહે તેવી સહમતી આપવામાં આવેલી હતી. તેમજ આ ઘટના બાબતે કોઇપણ ફેસબુક કે વ્હોટસએપ દ્વારા ફોટાઓ કે વિડીયો વાયરલ ન કરવા અને ખોટી અફવાઓ ન ફેલાવવા લોકોને જાણ કરવામાં પણ આવેલ છે.

પોલીસ દ્વારા પણ નિદોર્ષ લોકોને પકડે નહી, અને ખોટી રીતે પોલીસ દ્વારા બળપ્રયોગ ન કરે અને શાંતિ ના વાતાવરણ ને બગાડવાનો પ્રયત્થ ન કરે. અને ખારવા સમાજના સહકાર આપવા છતાં પણ પોલીસ દ્વારા ઇરાદા પુર્વક ખોટી કાર્યવાહી થશે અને કોઇ અઘટીત ઘટના બનશે તો તેની તમામ જવાબદારી જે તે ખાતાની રહેશે. તેમ ખારવા સમાજના આગેવાનોએ જણાવેલ છે.

(1:28 pm IST)