Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જામનગર જિલ્લામાં જળસ્ત્રાવ વિકાસ એકમના કામોનું નિરિક્ષણ

કાલાવડઃ જામનગર જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ હસ્તકની આઇ.ડબલ્યુ.એમ.પી. યોજના (પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના) કાલાવડ અંતર્ગતના નિકાવા ખરેડી તથા કાલમેઘડા પ્રોજેકટ ના એન્ટ્રી પોઇન્ટ એકિટવીટી, વિકાસના કામો તથા લાઇવલીહુડ વગેરે હેડ હેઠળ થયેલ કામો પીવાના પાણીની પાઇપલાઇન, પીવાના પાણીનો સંપ, ભુગર્ભ ગટર, ચેકડેમ, કોઝવે-કમ- ચેકડેમ તથા તળાવ ઉંડા ઉતાવાના કામો ના મોનીટરીંગ તથા ઇવોલ્યુશન માટે ગાંધીનગરથી આવેલ ભુપેન્દ્રભાઇ પરમાર તથા તેમની સાથે આઇડબલ્યુએમપી યોજનાના કર્મચારી જીતેન્દ્રભાઇ પરમાર(નોડલ ઓફીસર) હિતેષભાઇ કપુરીયા, વિશાલભાઇ દાફડા, કમલેશભાઇ પુરોહિત, કમલેશભાઇ ફળદુ, વિનયભાઇ આંબલીયા, રમેશભાઇ મુંગરા, મીરાબેન ધંધુકીયા, તથા રેખાબેન કોડીનારીયા એ સાથે રહી યોજનાકીય કામોનું સ્થળ પરીક્ષણ તથા ગુણવતા, કામોની ઉપયોગીતા, કમગીરી થી થયેલ ગ્રામજનો ને ફાયદો વગેરે બાબતોની ચકાસણી કરી તથા બામણગામ મુકામે બંસી સ્વ-સહાય જુથની રૂબરૂ મુલાકાત લીધી તેમજ યોજનાકીય રેકર્ડ ચકાસણી ની કામગીરી બજાવી હતી. તે પ્રસંગની  સ્થળ નિરિક્ષણ કરતા અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સચીન આશરા, કાલાવડ)

(1:26 pm IST)