Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

બજાણામાં સરાજાહેર મુસ્લિમ યુવાનનું ખૂન

સરપંચની ચૂંટણીનો ઝઘડો કારણભૂત

વઢવાણ તા.ર૯ : સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો વ્યવસ્થા દિનપ્રતિ દિન કથળતો જાય છ.ે જિલ્લામાં ક્રાઇમરેટ પણ વધતો રહ્યો છે જિલ્લામાં ક્રાઇમરેટ પણ વધાતો રહ્યો છે ત્યારે સામાન્ય ઝઘડાઓથી લઇ અને મર્ડર છેડતી બળાત્કાર જેવી ઘટનાઓનું દુષણ રોજ બરોજની ઘટના સાબિત થઇ રહી છ.ેજયારે પાટડી-દસાડા તાલુકાના બજાણા ગામે આજે સવારે મુસ્લીમ યુવાનની જુના મનદુખના કારણે હયા કરાઇ બજાણા ગામે મલેક રેહમતખાન રાસાજી નામના યુવાનનું જાહેરમાંં મર્ડર કરાયું હોવાનું ચર્ચાઇ રહ્યું છ.ેમર્ડર પાછળના કારણ અંગે તાજેતરમાં સરપંચની ચૂંટણી યોજાઇ જેનો ડખ્ખો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છ.ે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છ.ે હત્યાના મામલામાં બજાણા મુસ્લીમ સમાજમાં રોષ છવાયેલો છે.

(12:44 pm IST)