Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જુનાગઢ જીલ્લામાં અલગ-અલગ ૪ જગ્‍યાએથી ૪ યુવક-યુવતિ લાપતા

જુનાગઢ, તા.૨૯: જુનાગઢ જીલ્લામાથી ૪ અલગ-અલગ જગ્‍યાએથી ૨ યુવક અને યુવતિ લાપતા થયા છે.

વેરાવળ શહેરનાં નવા પટેલવાડા વિસ્‍તારમા રહેતા અને દરજીકામ કરતાં ૨૬ વર્ષિય કૃણાલભાઇ નયનેશભાઇ ચાવડા ૧૩મી મે ૨૦૧૮નાં રોજ દ્યરેથી કોઇને કહ્યા વિના ક્‍યાંક જતા રહ્યા છે. તેમ નયનેશભાઇ ભગવાનભાઇ ચાવડાએ વેરાવળ સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધ કરાવેલ છે. પાતળા બા;ધાનો ઉજળો વાન ધરાવતા અને શરીરે લાલ કલરનું આખી બાંયનું ટી શર્ટ તથા બ્‍લુ કલરનું જીન્‍શ પેન્‍ટ પહેરેલ અને આંખો પર ચશ્‍માનાં નંબર ધરાવતા કૃણાલભાઇની જો કોઇને ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા વેરાવળ પોલીસ સ્‍ટેશનનાં એ.એસ.આઇ. એલ.એલ.મોરીની યાદીમાં જણાવાયુ છે.

માંગરોળનાં બગસરા ઘેડ

 માંગરોળ તાલુકાનાં બગસરા દ્યેડ ગામનાં નારણભાઇ ડાકીનાં ૩૬ વર્ષિય પુત્ર કરશનભાઇ ડાકી  ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હોય અને તેઓ રજા ઉપર આવેલ અને રજા પુરી થતાં નોકરી જવા નીકળેલ અને ફરજ ઉપર હાજર થયેલ નહીં ગુમ થયેલ છે. કરશનભાઇ ડાકી ગુજરાતી અને હીન્‍દી ભાષા જાણે છે. ચહેરો લંબગોળ, વાળ અને આંખનો રંગ કાળો ધરાવે છે. તેમ બગસરા દ્યેડનાં ગોવીંદભાઇ નાગાભાઇ ડાકીએ શીલ પોલીસ મથકે જાહેરાત નોંધાવી છે જો કોઇને કરશનભાઇની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા એમ.ઓ.બી. શાખાનાં પી.એસ.આઇ. એમ.જે.કનેરીયાની યાદીમાં જણાવાયુ છે.

જૂનાગઢ કડીયાવાડ

જૂનાગઢ શહેરનાં કડીયાવાડમાં રહેતા કારાભાઇ વાલાભાઇ સીંગલની ૧૭.૫ વર્ષિય દીકરી હીનાબેન તા. ૧૧ મીનાં રોજ કડીયાવાડના તેમનાં નિવાસ સ્‍થાનેથી ગુમ થયા છે. તેણી ગુજરાતી ભાષા જાણે છે. ઘઉંવર્ણા હીનાબેન ગોળ ચહેરો ધરાવે છે. વાળ અને આંખ કાળી છે. ગુમ થયા ત્‍યારે ડ્રેસ પહેરેલ હતો. આ કામની તપાસ સૃકલ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર આર.બી.સોલંકી ચલાવી રહ્યા છે. જો કોઇને કારાભાઇની દીકરી હીનાની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા એમ.ઓ.બી. શાખાનાં પી.એસ.આઇ. એમ.જે.કનેરીયાની યાદીમાં જણાવાયુ છે.

વંથલીના ધણફુલીયા

વંથલી તાલુકાનાં દ્યણફુલીયા ગામના રહેવાસી યુસુફભાઇ અબુભાઇ અબડાની ૧૫ વર્ષિય દીકરી સોનલબેન તા. ૨૩મી મેનાં રોજ ગુમ થયા છે. તેણી ગુમ થયા ત્‍યારે ડ્રેસ પહેરેલ હતો, તેણીનો ચહેરો ગોળ, આંખ અને વાળનો રંગ કાળો છે તેમ યુસુફભાઇએ વંથલી પોલીસ સ્‍ટેશનની સ્‍ટેશન ડાયરીમાં નોંધ કરાવેલ છે.આ કામની તપાસ સર્કલ પોલીસ ઈન્‍સપેક્‍ટર માણાવદર શ્રી કે.એમ. સોલંકી ચલાવી રહ્યા છે. જો કોઇને સોનલબેનની ભાળ મળે તો નજીકનાં પોલીસ મથકે જાણ કરવા એમ.ઓ.બી. શાખાનાં પી.એસ.આઇ. એમ.જે.કનેરીયાની યાદીમાં જણાવાયુ છે.

(12:38 pm IST)