Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જુનાગઢ : સ્‍વામીનારાયણ ભગવાને સંસ્‍કૃતમાં લખેલ શિક્ષાપત્રીના દોહરા-ભજનાનુવાદ

જુનાગઢ તા ૨૯ : સ્‍વામીનારાયણ ભગવાને ૨૦૦ વર્ષો પહેલાં સંસ્‍કૃતમાં લખેલ શિક્ષાપત્રીનો સરળ ગુજરાતીમાં સમશ્‍લોકી અનુવાદ જુનાગઢ ધામના શ્રીકૃષ્‍ણપ્રકાશ સ્‍વામીના શ્રી હરિશરણાગતિ મંડળના સોૈજન્‍યથી પ્રકાસિત થયેલ છે. શિક્ષાપત્રીનો નિત્‍ય પાઠ કરનાર હવે શ્‍લોકોને બદલે ગુજરાતીમાં જ પાઠ કરી શકશે.

આ અનુવાદ જુનાગઢ કૃષિયુનિવર્સિટીના નિવૃત પ્રોફેસર ડો. બાલકૃષ્‍ણ જોશીએ કરેલ છે. ડો. જોશીએ શિક્ષાપત્રીને લોકભોગ્‍ય બનાવવા માટે શિક્ષાપત્રીના ૨૫ ભજનોની રચનાકરી છે જેમાં સમગ્ર શિક્ષાપત્રીનો ઉપદેશ આવીજાય છે તેઓ મારફત ભગવદગીતાના દોહરા-ભજનો અને ધૂન અનુવાદ ટુંક સમયમાં પ્રવીણ પ્રકાશન, રાજકોટ તરફથી પ્રકાશીત થશે. તેમણે અનેક સંસ્‍કૃતષાોત ના સમશ્‍લોકી ગુજરાતી અનુવાદ કરેલ છે. સહજાનંદ મહારાજના વચનામૃતોને સંગીતમય સ્‍વરૂપે રાગ-રાગીણીમાં ઢાળીનેૃ કરેલ પદ્ય અનુવાદ હાલમાં પ્રેસમાં હોવાથી વચનામૃતની દ્વિશતાબ્‍દિ પ્રસંગે પ્રકાશિત થશે. શિક્ષાપત્રીનો આ અનુવાદ પોકેટબુક સાઇઝનો છે.જે હરિભકતોને જરૂર હોય તેણે જયસીયારામ સમાજ સેવા ટ્રસ્‍ટના કાર્યાલય, બીલનાથ પાન, મોતીબાગ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:38 pm IST)