Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઇમેલ હેક કરીને ૮૬ લાખ રૂપિયા ઉપાડી લીધા

મૂળ વિસાવદર પંથકના અંકિત પટેલને સુરતની ઓફિસમાંથી ઝડપી લીધોઃ ભાવનગરના મુસ્‍લિમ કંપની સાથે છેતરપિંડી બાદ પોલીસે સાયબર ક્રાઇમનો ગુન્‍હો ઉકેલવામાં જબરી સફળતા મેળવીઃ

ભાવનગર, તા.૨૯: ગત તારીખ ૨૫/૦૫/૨૦૧૮ ના રોજ ફરીયાદી મહંમદ નઇમ અબ્‍દુલ સતાર ધોળીયા રહેવાસી શીશુવિહાર સર્કલ પાસે, ભાવનગરવાળાએ એવા મતલબની ફરીયાદ કરેલ કે પોતાની વેસ્‍ટન ઇન્‍ડીયા બોન એન્‍ડ ફર્ટીલાઇઝર નામની કંપની વિદેશી કંપની ઇટાલીયન ORGANAZOTO નામની કંપની સાથે મૃત પશુના હાડકા, ખરી વિગેરેની ક્રશીંગ તથા વેચાણનો ધંધો કરતા હોય અને કોઇ અજાણ્‍યા ઇસમે પોતાની કંપનીનુ ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પોતાની કંપની તથા ઇટાલીયન કંપનીના ઇ-મેઇલ આઇ.ડી.ને લગતા મળતા આઇ.ડી. વાળુ ઇ-મેઇલ આઇ.ડી. બનાવી પોતાની તથા ઇટાલીયન કંપની વચ્‍ચે કોમ્‍યુનીકેશન રાખી ડોકયુમેન્‍ટમાં છેડછાડ કરી ખોટા ડોકયુમેન્‍ટ ઉભા કરી પોતાની કંપનીના નામનુ પોટુગર્લના લીસ્‍બન શહેર તથા ગુજરાતના સુરત શહેરમાં બેન્‍ક એકાઉન્‍ટ ખોલાવી જેમાં પોતે ઇટાલીયન કંપનીને મોકલેલ ૧૯૮ મેટ્રીક ટન માલના કુલ ૧,૦૬,૦૮૦ યુરો કરન્‍સી (ભારતીય રૂપિયામાં આશરે ૮૬ લાખ રૂપિયા થાય) ઉપાડી લીધેલ હોય તેવી ફરીયાદ કરતા દ્યોદ્યારોડ પો.સ્‍ટે.માં ઇ.પી.કો. કલમ ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ધી ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ ૬૫, ૬૬ મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર થયેલ જે આગળની તપાસ દ્યોદ્યારોડ પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ.શ્રી જી.કે.ઇશરાણી ચલાવી રહ્યા છે.

ઉપરોક્‍ત ગુન્‍હાનો ભેદ શોધી કાઢવા અને ટેકનીકલ રીતે મદદ કરવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ  એસ.ઓ.જી. શાખાના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટશ્રી ડી.ડી.પરમાર હુકમ કરતા  તમામ ટેકનીકલ પાસાઓનો અભ્‍યાસ કરી હેકરને ટ્રેક કરવામાં આવેલ અને હેકર સુરત ખાતે હોવાની હકિકત મળી આવેલ જેથી  સુરત ખાતે જઇ હેકરની ઓફીસ ખાતે છાપો મારી હેકર/આરોપી અંકીતભાઇ કાન્‍તીભાઇ વદ્યાસીયા/ પટેલ ઉ.વ.૨૦ રહે. મુળગામ-હડમતીયા (કૃષ્‍ણપરા) તા.વીસાવદર જી.જુનાગઢ હાલ-પ્‍લોટનં-૩૬૧/એ, બ્‍લોકનં-૧, શ્રીકૃર્પા કો.ઓ. હાઉસીંગ સોસાયટી, નાના વરાછા, સુરત વાળાને ઝડપી પાડી મજકુર આરોપીએ ગુન્‍હો કરવા ઉપયોગમાં લીધેલ કોમ્‍પ્‍યુટર વિગેરે સાધનો કબજે કરવામાં આવેલ છે. સદરહુ ગુન્‍હામાં વધુ આરોપીઓ હોવાની શકયતા હોય મજકુર આરોપીની કોર્ટમાં રીમાન્‍ડની માંગણી કરવામાં આવશે.

આમ એસ.ઓ.જી. પોલીસને સાયબર ક્રાઇમનો વણઉકેલ ગુન્‍હો શોધવામાં સફળતા મળેલ છે.

આ કામગીરીમાં હેડ કોન્‍સ. બલવીરસિંહ જાડેજા તથા પોલીસ કોન્‍સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણા તથા જીતેન્‍દ્રસિંહ જાડેજા તથા દ્યોદ્યારોડ પો.સ્‍ટે.ના હેડ કોન્‍સ. પ્રાણભાઇ ધાંધલ્‍યા તથા પોલીસ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા જોડાયા હતા.

(12:36 pm IST)