Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ધોરાજીના તેજસ્‍વી છાત્રોનું શિક્ષણમંત્રીના હસ્‍તે સન્‍માન

 ધોરાજી : ધોરણ ૧૨ સાયન્‍સના ગુજકેટ અને જેઇઇના પરિણામમાં શ્રેષ્‍ઠ દેખાવ કરનાર ડ્રીમ ઇન્‍ટરનેશનલ સ્‍કુલ ધોરાજીના બે છાત્રોનું માનનીય શિક્ષણમંત્રીશ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. સ્‍કુલના કંટારીયા કરણ કે જેમણે ગુજકેટની પરીક્ષામાં ૯૯.૯૮ પી.આર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરેલ છે તથા લુણાગરીયા અભિ કે જેમણે જેઇઇની પરીક્ષામાં ૨૦૧ ગુણ સાથે સમગ્ર ધોરાજી કેન્‍દ્રમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. શિક્ષણમંત્રીશ્રીએ આ બંને વિદ્યાર્થીઓનું સન્‍માન કરી શુભેચ્‍છા આપી હતી. આ તકે શાળાના ટ્રસ્‍ટી કેતન પોપટ, હીતેશ ખરેડ તથા અશોક વઘાસિયાએ શુભેચ્‍છા આપી હતી. સન્‍માન કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.

(12:33 pm IST)