Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગુરૂવારે ગીર સોમનાથ જીલ્લા કક્ષાનો સુજલામ સુફલામ યોજનાનો સમાપન સમારોહ ત્રિવેણીઘાટ પાસે યોજાશે

ગીર સોમનાથ, તા.૨૯:  રાજયવ્‍યાપી જળસંચય અભિયાનનો તા. ૩૧ મે નાં રોજ સમાપન સમારોહ યોજાશે. જેનાં ભાગરૂપે તા. ૩૧ મે નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે ત્રિવેણીદ્યાટ સોમનાથ ખાતે ગીર-સોમનાથ જિલ્લા જળસંગ્રહ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાશે. જેમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રી ચુનીભાઇ ગોહેલ, જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા સહિતનાં જિલ્લાનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

સમાપન સમારોહનાં આયોજન માટે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માનાં અધ્‍યક્ષસ્‍થાને વેરાવળ ખાતે યોજાયેલ બેઠકમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ અપાયો હતો. આ પ્રસંગે ૧૦૮ યુગલ દ્વારા જળપુજન, નર્મદા કળસનું પુજન, જળસંગ્રહ, દસ્‍તાવેજી ચિત્ર, સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, જિલ્લાનું આગવું પ્રદર્શન સહિતનાં કાર્યક્રમો યોજાશે.

અધિક કલેકટરશ્રી એચ.આર.મોદીની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં શ્રી શર્માએ સિંચાઇ વિભાગનાં માર્ગ-મકાન તથા સબંધિત તમામ વિભાગનાં અધિકારીશ્રીઓને જવાબદારી સોંપી જળસંચય અભિયાનમાં સૌ ને સહભાગી થવા જણાવ્‍યું હતું. બેઠકમાં નાયબ કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, નાયબ  જિલ્લ પોલીસ વડાશ્રી પરમાર, સિંચાઇ કાર્યપાલક ઇજનેરશ્રી વ્‍યાસ, માર્ગ-મકાન કાર્યપાલક ઇજનેરશ્રી બી.પી.જોષી, ડો.બામરોટીયા સહિત સબંધિત વિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.  

૧૦ નુ ૬૯.૧૬ ટકા પરિણામ

માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતા ગીર સોમનાથ જિલ્લાનું ૬૯.૧૬ ટકા પરિણામ આવેલ છે. જે ગયા વર્ષની સરખામણીએ ૫.૦૧ ટકા વધારે છે. સમગ્ર ગુજરાતનું પરિણામ ૬૭.૫૦ ટકા આવેલ છે.

જિલ્લામાં સુપાસી કેન્‍દ્ર પ્રથમ સ્‍થાને ૯૪.૫૦ ટકા અને છેલ્લા સ્‍થાને દેલવાડા કેન્‍દ્રનું ૩૩.૧૨ ટકા પરિણામ આવેલ છે. માર્ચ-૨૦૧૭માં ૩૦ ટકા થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ ૬૩ હતી. ચાલુ વર્ષના આજે જાહેર થયેલ પરિણામ મુજબ માત્ર ૨૧ શાળાઓ ૩૦ ટકા થી ઓછું પરિણામ ધરાવે છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મયુર પારેખે નવેમ્‍બર માસમાં ગીર સોમનાથ જિલ્લાનો ચાર્જ સંભાળી ણ્‍ંરૂ દ્દં ફર્ૂીશ્વઁ ૩૩ ર્ળીશ્વત્ત્ત  ને આધારિત દ્રષ્ટ્રીકોણ રાખી વિધાર્થીઓના પરિણામના સુધારણા માટે પ્રોજેક્‍ટ હાથ ધરી શાળાનું પરિણામ મહત્તમ આવે તે માટે નબળા પરિણામ ધરાવતી શાળાઓના આચાર્યશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપી ચાલુ વર્ષે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના પરિણામમા ૫.૦૧ ટકા નો વધારો થયેલ છે.

આજે ધો-૧૦ના પરિણામ જાહેર થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ સંતોષ વ્‍યક્‍ત કરી શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્‍યકત કર્યો હતો.

(12:30 pm IST)