Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભૂજમાં પરીક્ષા આપવા જતા મહુવાના વિદ્યાર્થી ધર્મેશ મકવાણાનું ડમ્‍પર હડફેટે મોત

ગીર સોમનાથ જીલ્લાના ગોપાલ મકવાણાને ઈજા

ભૂજ, તા. ૨૯ :. ભૂજની સરકારી ઈજનેરી કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતા છાત્રનું અકસ્‍માતમાં કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યુ હતું.

માઈનીંગના ચોથા સેમીસ્‍ટરની પરીક્ષા આપવા જઈ રહેલા ૨૧ વર્ષીય ધર્મેશ વીરા મકવાણા (મહુવા)ની બાઈકને પુરપાટ જતા ડમ્‍પરે હડફેટે લેતા સર્જાયેલા માર્ગ અકસ્‍માતમાં ધર્મેશનું માથુ ડમ્‍પરના જોટા નીચે ચગદાઈ જતા કમકમાટીભર્યુ મોત નિપજ્‍યુ હતું.

આ અકસ્‍માતમાં બાઈકની પાછળ બેઠેલો અન્‍ય છાત્ર ૨૨ વર્ષીય ગોપાલ માધા મકવાણા (ગીર સોમનાથ)ને હાથ અને પગમાં ઈજા પહોંચી હતી. અકસ્‍માતના આ બનાવથી એન્‍જીનીયરીંગ કોલેજમાં શોકનું મોજુ ફરી વળ્‍યુ છે.

(12:29 pm IST)