Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગોંડલમાં ડાક સેવકોની હડતાલ યથાવતઃ ભુખ હડતાલ સાથે લાલ દિવસની ઉજવણી

ગોંડલ તા.ર૯ : દેશભરની એકલાખ પંચાવન હજાર રૂરલ તેમજ અરબન અને શહેરી પોસ્‍ટ ઓફીસના આશરે ત્રણ લાખ ગ્રામીણ ડાક સેવકો તેમના નવા પગાર માળખા માટેની સરકાર રચીત કમલેશચંદ્ર જીડીએસ કમીટીની તમામ સકારાત્‍મક ભલામણો સ્‍વીકાર કરી તાીદે અમલ કરાવવા તા.રર-પ થી અચોકકસ મુદતથી હડતાલ ઉપર ઉતરી જતા આજે ૭માં દિવસે હડતાલ પ્રવેશેલ છે લાખોની સંખ્‍યામાં સ્‍પીડ પોસ્‍ટ, રજીસ્‍ટર, તેમજ અગત્‍યના પત્રો અટવાયા છે. જીડીએસ ખુબજ નજીવા વેતનથી કાયમી કર્મચારી જેમજ ફરજ બજાવે છે. તેઓ ટપાલ વહેચણી તેમજ ટપાલ થેલા લેવડ-દેવડ માટે દરરોજ ૪૦ કી.મી. સુધીની સાયકલ મુસાફરી કરે છ.ે ગુજરાત સર્કલ પૂર્વ એનએફપીઇ પ્રમુખ તેમજ પેટ્રોન એસ.કે. વૈષ્‍ણવે વિગત આપતા જણાવેલ કે કમલેશચંદ્ર કમીટીના રિપોર્ટમાં ૩પ જેટલી સકારાત્‍મક ભલામણો છે. અહેવાલમાં જીડીએસ કર્મચારીને પોસ્‍ટખાતાના કરોડરજજુ ગણેલ છે દેશની આઝાદી બાદ પ્રથમ વખત સન્‍માનજનક વેતન ભલામણ થયેલ છે ૧૮ માસ વિતી જવા છતા આ અહેવાલનો અમલ નહી થતા દેશભરના જીડીએસ કર્મચારીઓ તેમના તમામ પ્રયાસ બાદ અંતિમ હથયાર રૂપે અચોકકસ મુદતથી હડતાલ ઉપર ઉમટી ગયેલ છે દેશભરમાં આ હડતાલથી ખુબજ અસર પડેલ છે.

માત્ર ૧૦ દિવસમાં યુનિયન સાથે સરકારની ૬ મીટીંગના દોર થયા જેમાં નકકર સમજુતી નહિ થતા યુનિયને મકકમતા સાથે હડતાલ ચાલુ રાખેલ છે. તા.ર૮-પ ના રોજ પોસ્‍ટ ખાતા સાથે યુનિયનનો મિટીંગનો દોર થયો  પરંતુ નકકર સમજુતી નથી થતા વાટા ઘાટા પડી ભાંગેલ છે.

ગોંડલ ડીવીઝનના ડાક સેવક કર્મચારીઓ આજે પ્રતિક રૂપે ભુખ હડતાલ અને લાલ દિવસ તરીકે ઉજવી રહ્યા છે.

(12:28 pm IST)