Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કોડીનારમાં જૂથ અથડામણ ફાયરીંગની ઘટનામાં ૬ શખ્‍સો સામે ફરિયાદ

જમીનના ડખ્‍ખામાં મારા મારી થયાનું ખુલ્‍યું : ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

કોડીનાર તા.૨૯:  ગીર સોમનાથ  જીલ્લાના કોડીનારમાં જૂથ અથડામણ  બાદ ૬ શખ્‍સો સામે ફરિયાદ કરવામાં આવી છે. અને જાહેરમાં ફાયરીંગ કરનારની શોધખોળ આદરી છે.

આ બનાવ અંગે ચંદ્રસિંહ ઉર્ફે બાબુડી , પ્રકાશ ઉર્ફે પકલો બાખડા મનુભાઇ ચુડાસમા તથા રફીક ઉર્ફે રફલો સુલેમાન સેલોન તથા સુલેમાન ઉર્ફે ખજૂર જાન પ્‍લોટવાળા તથા પુનિત સિધી તથા એક અજાણ્‍યા શખ્‍સ સામે નાથાભાઇ લખમણભાઇ સોલંકી (કોળી )એ ફરિયાદ કરી છે.

જમીનના ડખ્‍ખામાં આ મારામારી થયાનુ ખુલ્‍યુ છે.પોલીસ ફરિયાદ બાદ આ શખ્‍સોને ઝડપી લેવા કવાયત હાથ ધર છે.

મોડી રાત્રે પોલીસ ફરીયાદ કરતા પોલીસે કોડીનારમાં સઘન પેટ્રોલીંગ કરી અને બંદોબસ્‍ત કરેલ છે અને આજ સવારથી પોલીસે ઘટનાની તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.

(12:27 pm IST)