Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જૂન મહિનામાં ગીધની વસ્તી ગણતરી : ઝાલાવાડમાં સૌથી વધુ

ગયા વર્ષે સુરેન્દ્રનગર જીલ્લામાં ગીધની સંખ્યા ૮૪ હતી : વડોદરા જીલ્લામાં માત્ર ૪ ગીધ જોવા મળ્યા હતા

વઢવાણ તા. ૨૯ : આગામી ૯ અને ૧૦ જૂને સમગ્ર રાજયના ગીધની ગણતરી યોજાવાની છે. ત્યારે જ કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતુ ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. છેલ્લે કરાયેલી ગીધની વસ્તી ગણતરીમાં સમગ્ર ગુજરાતમાં માત્ર ૯૯૯ ગીધ જ બચ્યા છે.

લુપ્તતાના આરે પહોચેલા સફેદ પીઠ ગીધની સંખ્યા સમગ્ર ગુજરાતમાં માત્ર ૪૫૮ જ નોંધાઇ હતી જેમાં સૌથી વધુ આ ગીધની સંખ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૪ની નોંધાઇ હતી.

૧૯૯૬માં બીએનએચએસની ટીમે કરેલા સર્વેમાં ગીધની સંખ્યામાં ઘણો ઘટાડો થવાની વિગતો સામે આવે હતી. કારણ કે નિઃશુલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતુ ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ હોવાની વાતો સંભળાય છે.

તા. ૯ થી ૧૦ જૂને સમગ્ર ગુજરાતમાં ગીધની ગણતરી યોજાવાની છે. છેલ્લે ગુજરાતમાં કરાયેલી લુપ્ત થતા ગીધની ગણતરી અનુસાર સમગ્ર ગુજરાતમાં માત્ર ૯૯૯ સફેદ પીઠ ગીધ જેમાં માત્ર ૪૫૮ જ બચ્યા છે. જેમાંથી સૌથી વધુ જિલ્લામાં આ ગીધની સંખ્યામાં ગીધનું હબ ઝાલાવાડ પંથક બન્યુ છે. ગીધની ગણતરીની કામગીરી માટેની પધ્ધતી અને ગીધની વિવિધ જાતીઓની ઓળખ અંગેની પુરી સમજ મળી રહે તે માટે ગીર ફાઉન્ડેશન વન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતેથી એક વિડીયો કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવશે.

જેમકે પાંજરાપોળ મૃત પ્રાણીના નિકાલની જગ્યાઓ નારીયેળી, તાડ વગેરેના ઉગાવવાની જગ્યાએ ડુંગરાળ જંગલ વિસ્તારો ગૌચર વગેરે કે જેમા માટે અગાઉથી ગીધનુ અસ્તિત્વની જાણકારી હોય એવા વિસ્તારોમાં ગીધની વસ્તી ગણતરી યોજાશે.

સફેદ ગીધના જિલ્લા

વાઇઝ આંકડા

જિલ્લા

સંખ્યા

સુરેન્દ્રનગર

૮૫

ભાવનગર

૮૩

આણંદ

૭૦

કચ્છ

૬૪

મહેસાણા

૫૬

અમરેલી

૫૪

વલસાડ

૧૯

અમદાવાદ

૨૪

વડોદરા

૦૪

કુલ

૪૫૮

(12:03 pm IST)