Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સુત્રાપાડાના કદવારથી હિરાકોટ બંદર રસ્તાની અધુરી કામગીરી

પ્રભાસ પાટણ તા.૨૯: સુત્રાપાડા તાલુકાના કદવાર ગામથી દરિયા કિનારે હિરાકોટ બંદર સુધીનો રોડ આવેલ છે. આ રસ્તો મેરીટાઇમ બોર્ડ અને જિલ્લા પંચાયત દ્વારા રસ્તો ૨૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલ હતો અને આ રસ્તા ઉપર એસ.ટી. બસ પણ ચાલુ હતી. આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ રાજકોટ દ્વારા તા. ૨૭/૪/૨૦૧૬ ના ૪૫ લાખના ખર્ચે રોડ બનાવવા મંજુરી આપેલ હતી.

આ રસ્તો બનાવવાનો કોન્ટ્રાકટ દ્વારા બનાવવામાં આવે છે. આ રસ્તો બનાવવા માટે ગ્રામ પંચાયત બોડી તા. ૧૯/૫/૧૮ના રોજ સરકયુલેટીંગ ઠરાવ આપવામાં આવેલ છે. અને માર્ગ મકાન વિભાગના હુકમ મુજબ રસ્તો બનાવવાની મુદત તા. ૪/૯/૧૭ સુધીની હતી જેને કાર્યપાલક ઇંજનેરે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લંબાવી ને તા. ૩૦/૬/૧૮ સુધીની મંજુરી આપવામાં આવેલ છે. તેમજ રસ્તા માં દબાણ હોવાથી કામગીરી થયેલ નથી જેથી તાલકુા પંચાયત ના સભ્ય દ્વારા તા. ૧૯/૬/૧૭ ના રોજ જાણ કરી અને યોગ્ય પોલીસ પ્રોટેકશન ની માંગણી કરેલ હતી.

રસ્તાની કામગીરી શરૂ કરવામા઼ આવેલ હતી પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આશરે ૪૦૦ મીટર જેટલુ માત્ર મેટલીંગની કામગીરી કરેલ છે અને રસ્તાની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલ છે. હાલ રસ્તો કાચો હોવાથી રસ્તામાં મેટલના કાકરા તથા ધુળની ડમરીઓ ઉડતી હોવાથી કદવાર તથા હિરાકોટ બંદર ના ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરે છે.

 વરસાની મોસમ શરૂ થવાની છે. અને ચોમાસા પહેલા આ રસ્તાની કામગીરી નહિ કરવામાં આવે તો કદવાર ગામથી હિરાકોટ બંદર અલગ પડી જશે અને ૩ હજાર લોકોનો રસ્તો બંધ થઇ જશે જો આ રસ્તાનું કામ સાત દિવસમાં પૂર્ણ નહી કરવામાં આવે તો કદવાર અને હિરાકોટ બંદરના આગેવાનો અને ગ્રામજનો કલેકટર કચેરીએ ભુખ હડતાલ ઉપર બેસવાની ફરજ પડશે તેમ જિલ્લા કલેકટર અને સુત્રાપાડા મામલતદારને તા. પા. ના પુર્વ પ્રમુખ ભગવાન ભાઇ ખુંટડા અને હિરાકોટ બંદરના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.

(11:59 am IST)