Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભાવનગરમાં આરોપીનું પોલીસે સરઘસ કાઢયું

ભાવનગર પોલીસ જાણે હવે આવારા લુખ્ખા અને માથાભારે શખ્સોના ખોફમાંથી ભાવનગરની જનતાનો મુકત કરવા માંગતી હોય તેમ તેનું જાહેરમાં સરઘસ કાઢી આવા ઇસમોના ભય લોકોમાંથી દુર કરી રહી છે. આજે ભાવનગર એલ. સી. બી., એસ. ઓ. જી. અને બી. ડીવીઝન પોલીસ દ્વારા ડોન ચોકમાં થોડા દિવસો પૂર્વે ધમાલ મચાવનાર અને વેપારીઓને હેરાન પરેશાન કરનાર તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષીને ધમકી આપનાર લખન નામના શખ્સનું જાહેરમાં હાથ બાંધી ગળામાં પાટીયુ લગાવી સરઘસ કાઢયુ હતું તેમજ તેને ઉઠક બેઠક કરાવી આરોપી લખનને તેના આવા લખણ ફરી ન ઝળકાવવા આગવી ઢબે પાઠ ભણાવેલ. આ આરોપીનું સરઘસ જોવા લોકોના ટોળા એકઠા થયા હતાં.

(11:55 am IST)